આ ખ્યાતનામ અભિનેતા બની ગયો મુસલમાન, રામ નવમીના દિવસે કહ્યું રમઝાન મુબારક

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઇ : ટીવી સીરિયલ મધુબાલાના પ્રખ્યાત એક્ટર વિવિયન ડીસેના હાલમાં પોતાના ધર્મ પરિવર્તનના કારણે ચર્ચામાં છે. અભિનેતાએ હાલમાં જ ખુલાસો કર્યો કે, તેમણે વર્ષ 2019 માં ઇસ્લામ ધર્મ કબુલ કર્યો હતો. ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યા બાદ વિવિયન ડીસેનાએ તેમને સપોર્ટ કરવા માટે ફેન્સનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ટીવી સીરિયલ મધુબાલાના ખ્યાતનામ અભિનેતા વિવિયન ડીસેના હાલ ધર્મ પરિવર્તન અંગે ખુબ જ ચર્ચામાં છે. અભિનેતાએ હાલમાં જ ખુલાસો કર્યો કે, તેણે 2019 માં ઇસ્લામ કબુલી લીધો હતો. ઇસ્લામ કબુલ્યા બાદ વિવિયન ડીસેનાએ સપોર્ટ કરવા માટે ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો અને રમઝાનની શુભકામનાઓ પણ પાઠવી હતી.

અભિનેતાએ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી શુભકામના પાઠવી
અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરીને શુભકામના પાઠવી છે. વિવિયન ડીસેના સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે ફેન્સ માટે ખાસ પોસ્ટ પણ શેર કરતા રહે છે. વિવિયન ડીસેનાએ પોતાના અધિકારીક ટ્વીટર એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી હતી. આ તસવીર સાથે તેણે લખ્યું કે, તમે લોકોએ મને ખુબ જ પ્રેમ આવ્યો છે. તમે લોકોએ જે મારા પર પ્રેમ અને સપોર્ટ આપ્યો છે તેનાથી હું અભિભુત છું.જીવનના આટલા ઉતાર ચડાવમાં તમે મારી સાથે રહ્યા છો.તમે મને પ્રેમ અને સરાહવામાં ક્યારે પણ અસફળ નથી રહ્યા. હંમેશા પ્રમે કરવા અને મને સપોર્ટ આપવા માટે ખુબ ખુબ આભાર, તમારા પર અલ્લાહનું રહેમ રહે. રમઝાન મુબારક.

ADVERTISEMENT

અભિનેતાના ફેન્સ ટ્વીટ કરીને શુભકામનાઓ પાઠવી રહ્યા છે
અત્રે ઉલ્લેખનીય છે કે, વિવિયનનું આ ટ્વીટ ખુબ જઝડપથી વાયરલ થઇ રહ્યું છે. અભિનેતાના ફેન્સ ટ્વીટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિવિયન ડીસેનાએ ઇસ્લામ ધર્મ કબુલ કરવાની સાથે સાથે વિદેશી મહિલા સાથે લગ્ન કરીને પણ લોકોને ચોંકાવી દીધા હતા. લાંબા સમય બાદ વિવિયને પોતાના પર્સનલ લાઇફ પર ચુપકીદી તોડી હતી. વિવિયને પોતાની પત્ની અને ચાર મહિનાની પુત્રી અંગે વાત કરી હતી. હાલમાં જ તેમણે ઇસ્લામ ધર્મ અંગે પણ વાત કરી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT