મહામારી હજુ ખતમ નથી થઈ… કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે કેન્દ્રએ 8 રાજ્યોને આપી ચેતવણી
નવી દિલ્હી: ભારતમાં ફરી એકવાર કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકારે 8 રાજ્યોને વિશેષ સૂચનાઓ આપી છે. કેન્દ્રએ આ રાજ્યોને વધતા કેસ પર નજર…
ADVERTISEMENT
નવી દિલ્હી: ભારતમાં ફરી એકવાર કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકારે 8 રાજ્યોને વિશેષ સૂચનાઓ આપી છે. કેન્દ્રએ આ રાજ્યોને વધતા કેસ પર નજર રાખવા તેમજ 100 ટેસ્ટ દીઠ ચેપ દર અને ચેપ પર નજર રાખવા જણાવ્યું છે.
કેન્દ્રએ કહ્યું કે રોગચાળો હજી સમાપ્ત થયો નથી. આવી સ્થિતિમાં આપણે દરેક સ્તરે સતર્ક રહેવાની જરૂર છે. જો હવે આપણે કોઈ ભૂલ કરીએ તો નુકસાન આપણે સહન કરવું પડી શકે છે. ક્ષ`કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોને લખેલા તેમના પત્રમાં આ બાબતોનો ઉલ્લેખ કર્યો છે.
રાજેશ ભૂષણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ થવાના અને મૃત્યુના કેસ ઘણા ઓછા છે, પરંતુ રાજ્ય અને જિલ્લાઓમાં કોરોનાના નવા કેસોમાં વધારો સ્થાનિક સ્તરે ચેપનો ફેલાવો સૂચવે છે. તેમના પત્રમાં, ભૂષણે કહ્યું કે જણાવે છે કે આ રાજ્યો અને જિલ્લાઓ દૈનિક સંક્રમણ અને ડેઈલિ પોઝિટીવીટી રેટ પરદેખરેખ રાખવાની જરૂર છે અને પ્રારંભિક તબક્કામાં આવા વધારાને નિયંત્રિત કરવા માટે પગલાં લેવા જોઈએ. આ સાથે, તેને નિયંત્રિત કરવા માટે જરૂરી જાહેર આરોગ્ય પગલાં લેવાની પણ જરૂર છે.
ADVERTISEMENT
આ રાજ્યોને આપી ચેતવણી
કેન્દ્ર સરકાર દ્વારા જે રાજ્યોને કોરોનાને લઈને સતર્ક રહેવા અને વધતા કેસ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે તેમાં ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, હરિયાણા અને દિલ્હીનો સમાવેશ થાય છે. કેન્દ્રએ આ રાજ્યોમાં એવા જિલ્લાઓની સંખ્યા પણ જણાવી છે જેમાં કોરોનાના કેસ વધુ વધી રહ્યા છે.
ADVERTISEMENT