ઈલેક્શન કમિશને મોરબી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું, ગુજરાતમાં 4.90 કરોડ મતદારોની સંખ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. તેવામાં અત્યારે બપોરે 12 વાગ્યે ઈલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. આમાં ચૂંટણી પંચે ગુજરાત રાજ્યમાં મોરબી ખાતે ઝૂલતા પૂલની દુર્ઘટના સર્જાઈ હતી એ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. રિપોર્ટ્સ આધારે ગુજરાતમાં 2 તબક્કામાં ચૂંટણીનું આયોજન થઈ શકે છે. અત્યારે ગુજરાતમાં કુલ 4.9 કરોડ મતદારોની સંખ્યા છે. વળી રાજ્યમાં 10 હજાર 460 મતદારોની ઉંમર 100 વર્ષ કે તેથી વધુની છે.

મોરબી દુર્ઘટના અંગે ECIએ દુઃખ વ્યક્ત કર્યું
ગુજરાતમાં મોરબી ખાતે ઝૂલતો પૂલ તૂટી પડતા 135 લોકોના મોત નીપજ્યા છે. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા અને શોકનું મોજુ પણ ફરી વળ્યું હતું. આ દરમિયાન આજે ગુરુવારે ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે એવા અહેવાલો મળી રહ્યા છે. ઈલેક્શન કમિશને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોરબીની આ દર્દનાક દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

ગુજરાતમાં 2 તબક્કામાં ચૂંટણીનું આયોજન થઈ શકે છે
હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને 12 નવેમ્બરે મતદાનનું આયોજન થશે. જ્યારે આનું પરિણામ 8 ડિસેમ્બરના દિવસે જાહેર થઈ શકે છે. તેવામાં વચ્ચે જે સમયગાળો મળ્યો છે ત્યાં ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન યોજાશે. ગુજરાતમાં 2 તબક્કાની અંદર મતદાન યોજાશે.

ADVERTISEMENT

નોંધનીય છે કે, આ વખતે રાજ્યમાં 18 થી 19 વય જૂથમાં 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધણી કરાવી હોવાનું સામે આવ્યું હતું. આ યુવા મતદારો પૈકી 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે 20 થી 29 વર્ષના વય જુથમાં કુલ 4.03 લાખથી વધુ નવા મતદારો નોંધાયા છે. જેમાં પુરૂષ મતદારો 1.45 લાખથી વધુ અને 2.57 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

    follow whatsapp

    ADVERTISEMENT