Manipur Violence મુદ્દે INDIA ના નેતાઓનાં ધરણા યથાવત્ત, સંસદ પરિસરમાં જ રાત્રી રોકાણ કરશે

ADVERTISEMENT

INDIA Leaders
INDIA Leaders
social share
google news

Parliament Monsoon Session: મણિપુર ઘટના બાદ સમગ્ર દેશમાં નારાજગી ફેલાયેલી છે. આ મુદ્દે સંસદના બંન્ને સદનમાં મોનસુન સત્રના બીજા દિવસે પણ હોબાળો યથાવત્ત રહ્યો હતો. વિપક્ષી સાંસદ આ મુદ્દે સદનમાં પીએમ મોદીના નિવેદનની માંગ કરી રહ્યા છે. જ્યારે સત્તા પક્ષનો આરોપ છે કે, વિપક્ષી દળ આ મુદ્દે ચર્ચાથી ભાગી રહ્યો છે. સંસદ પરિસરમાં વિપક્ષી નેતાઓએ ધરણા પણ કરી રહ્યા છે.

1. વિપક્ષી દળોના ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લૂસિવ અલાયન્સ (INDIA) ના ઘટક દળોએ સોમવારે પણ મણિપુરના મુદ્દે પીએમ મોદીને સંસદના બંન્ને સદનોમાં નિવેદન આપવા માટે ચર્ચાની માંગ યથાવત્ત રાખી હતી. આ માંગ અંગે આ પાર્ટીઓના સભ્યોએ સંસદ ભવન પરિસરમાં પ્રદર્શન કર્યું.

2. સંસદ પરિસરમાં થયેલા વિપક્ષી સાંસદોના વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ મલ્લિકાર્જૂન ખરગે, જનતા દળ (યૂનાઇટેડ)ના રાજીવ રંજન સિંહ ઉર્ફે લલ્લન સિંહ, દ્રમુકના ટીઆર બાલુ, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, રાષ્ટ્રીય જનતા દળના મનોજ ઝા અને અન્ય પાર્ટીઓનાં સાંસદ પણ જોડાયા હતા. તેમણે વડાપ્રધાન સદનમાં આવોના નારા પણ લગાવ્યા હતા.

ADVERTISEMENT

3. સોમવારે સંસદના મોનસુન સત્રની કાર્યવાહી શરૂ થતાની સાથે જ રાજ્યસભા અને લોકસભામાં મણિપુરના મુદ્દા પર પીએમ મોદીના નિવેદનની માંગ અંગે વિપક્ષી સાંસદોએ હોબાળો શરૂ કરી દીધો. વિપક્ષના વિરોધ દરમિયાન રાજ્યસભા સભાપતિએ આપ સાંસદ સંજયસિંહને મોનસુન સત્રના બાકી સમય માટે નિલંબિદ કરી દીધા હતા.

4. લોકસભામાં જોરદાર હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ અંગે સદનમાં ચર્ચા માટે તૈયાર છું. હું વિપક્ષને અપીલ કરૂ છું કે આ મુદ્દે ચર્ચા થવા દે. આ ખુબ જ મહત્વપુર્ણ છે કે, દેશને આ સંવેદનશીલ મામલે સત્ય અંગે માહિતી મળે. જો કે તેમ છતા પણ હોબાળો ચાલુ રહ્યો ત્યાર બાદ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી.

ADVERTISEMENT

5. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, જો વડાપ્રધાન આવીને મણિપુર મુદ્દે ચર્ચા કરશે તો આકાશ તો નહી ફાટી જાય.? સમગ્ર વિશ્વમાં આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. અમારી બસ નાનકડી માંગ છે કે, મણિપુરમાં આજે પણ ગંભીર સ્થિતિ છે તે અંગે વડાપ્રધાન ચર્ચા માટે આવે. પીએમ મોદીને સંસદમાં મણિપુર મામલે નિવેદન આપવું જોઇએ. આવા સંવેદનશીલ મુદ્દા પર તેમની ચુપકીદી શું દર્શાવે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT