બિપરજોયના ગયા પછી દેશમાં સર્જાશે અફડાતફડીનો માહોલ, ચોમાસાની સિસ્ટમ બગડતા દુષ્કાળની સ્થિતી
નવી દિલ્હી : ખાનગી હવામાન એજન્સી દ્વારા સ્કાયમેટ વેધર દ્વારા ચોમાસા અંગે મહત્વની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સ્કાયમેટ વેધર દ્વારા આગામી ચાર અઠવાડીયામાં ભારતનું…
ADVERTISEMENT
નવી દિલ્હી : ખાનગી હવામાન એજન્સી દ્વારા સ્કાયમેટ વેધર દ્વારા ચોમાસા અંગે મહત્વની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સ્કાયમેટ વેધર દ્વારા આગામી ચાર અઠવાડીયામાં ભારતનું ચોમાસુ ખુબ જ નબળું રહે તેવી શક્યતા છે. આ આગાહીના કારણે હાલ તો સરકાર અને ખેડૂતોની ચિંતામાં પણ ખુબ જ વધારો થયો છે. સરકાર દ્વારા હાલ તો નબળા ચોમાસા અંગેની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. ખાનગી એજન્સીએ દાવો કર્યો કે, એક્સટેન્ડેડ રેન્જ પ્રિડિક્શન સિસ્ટમ (ERPS) આગામી ચાર અઠવાડીયા માટે જુલાઇ સુધી નિરાશાજનક દેખાઇ રહી છે. તેમના મતે આ સિઝનમાં ખેડૂતો માટે મોટી સમસ્યા સર્જાઇ શકે છે.
સ્કાયમેટ વેધરના અનુસાર ભારતના મધ્ય અને પશ્ચિમ ભાગો જે ચોમાસાના મુખ્ય ક્ષેત્રમાં આવેલું છે. તેને સિઝનની શરૂઆતમાં અપુરતા વરસાદના કારણે દુષ્કાળની અસરોનો સામનો કરવો પડી શકે છે. અત્રે ઉલ્લેખનીય ચે કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 1 જુનની સામાન્ય તારીખના એક અઠવાડીયા બાદ 8 જુને કેરળ પહોંચ્યું હતું. જો કે હાલ બિપર જોયના કારણે સમગ્ર ચોમાસાની સિઝન ખોરંભે ચડી છે. આ અપુરતા વરસાદના કારણે દુષ્કાળની અસર વર્તાઇ શકે છે. દક્ષિણ – પશ્ચિમ ચોમાસુ 1 જુનની સામાન્ય તારીખના એક અઠવાડીયા બાદ 8 જુને કેરળ પહોંચ્યું હતું.
ખાનગી હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર અરબી સમુદ્રમાં ચક્રવાત બિપોરજોય કે જેણે અગાઉ કેરળમાં ચોમાસાની શરૂઆતથી જ વિલંબ થયો છે. વરસાદની પ્રણાલીની પ્રગતિને પણ અવરોધે છે. ચોમાસુ વરસાદ સામાન્ય રીતે મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને અડધા તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારને 15 જુન સુધીમાં આવરી લે છે. ચોમાસાનો પ્રવાહ હજુ આ વિસ્તારોમાં વરસાદથી દુર છે. જો કે ચોમાસુ હજી સુધી આ વિસ્તારોમાં વરસાદનું આગમન નથી થયું. ઉપરાંત બંગાળની ખાડીમાં જે પ્રેશર સર્જાવું જોઇએ તે નથી સર્જાઇ રહ્યું. જેની અસર ચોમાસા પર પણ પડી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT