તુર્કીની આગાહી કરનાર વૈજ્ઞાનિકનો દાવો, ભારતમાં આવશે મહાભયાનક ભુકંપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Earthquake to strike India soon: તુર્કી અને સીરિયામાં સોમવારે ભૂકંપના કારણે ભારે ખાનાખરાબી સર્જાઇ છે અને હજારો લોકોએ પોતાનો જિવ ગુમાવવો પડ્યો છે. જો કે આ ભુકંપની આગાહી 3 દિવસ પહેલા જ કરી નાખનારા સંશોધન ફ્રેંક હૂગરબીટ્સે વધારે એક ચોંકાવનારી આગાહી કરી છે.

ફ્રેંક દ્વારા કરવામાં આવેલી મોટા ભાગની આગાહી સાચી ઠરી છે
સંશોધનકર્તા ફ્રેંક હૂગરબીટ્સે (Frank Hoogerbeets) અગાઉ કરેલી આગાહી પૈકી ઘણી ખરી સાચી ઠરી છે તેવામાં ભારત અંગે કરેલી આગાહી ખુબ જ ચોંકાવનારી અને ચિંતાજનક છે. ભૂકંપ સંબંધિત સંધોશન અભ્યાસ કરનાર સોલર સિસ્ટમ જિયોમેટ્રી સર્વેના સંશોધક ફ્રેંક હૂગરબીટ્સે આ વિનાશકારી ભૂકંપ અંગે ત્રણ દિવસ અગાઉ ટ્વિટર પર ભવિષ્યવાણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે નહીં તો કાલે દક્ષિણ-મધ્ય-તુર્કી, જોર્ડન, સીરિયા અને લેબેનોન તથા તેની આસપાસના વિસ્તારમાં 7.5 તીવ્રતાનો ભૂકંપ આવશે. હવે તેમની ભારત અંગેની આગાહી ખુબ જ વાયરલ થઇ રહી છે.

અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારત પર થશે મહત્તમ અસર
ડચ સંશોધનકર્તા ફ્રેંક હૂગરબીટ્સે ભારત, પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન જે પ્લેટ પર વસેલા છે તે પ્લેટ અંગે ખુબ જ ચિંતાજનક આગાહી કરી છે. ફ્રેંક હૂગરબીટ્સનો આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ અફઘાનિસ્તાન સહિત પાકિસ્તાન અને ભારતમાં આવનારા ભુકંપ અને તેની તિવ્રતા અંગે વાત કરી રહ્યા છે. ડચ સંશોધકનો દાવો છે કે, ભૂકંપ તુર્કી કરતા પણ વધારે રિક્ટર સ્કેલ ધરાવતો હશે. આ ભુકંપના કારણે અફઘાનિસ્તાન પર સૌથી ગંભીર અસર થશે જ્યારે પાકિસ્તાન અને ભારત પર પણ અસર થશે. અંતે હિંદ મહાસાગરમાં સમાપ્ત થઇ જશે.

ADVERTISEMENT

હિંદ મહાસાગર ભુતકાળ બની જશે
સંશોધકનો દાવો છે કે, ભૂકંપની વેવ અફઘાનિસ્તાનથી શરૂ થઇને પાકિસ્તાનમાં અને ત્યાર બાદ ભારતમાં થઇને હિંદ મહાસાગરમાં સમાઇ જશે. હૂગરબીટ્સ વિડીયોમાં એવું કહેતા જોવા મળે છે કે આ એક ખુબ જ તિવ્ર ભૂકંપ હશે. આ ભૂકંપ એટલો તિવ્ર હશે કે હિંદ મહાસાગરનું અસ્તિત્વ જ સમાપ્ત થઇ જશે.

    follow whatsapp

    ADVERTISEMENT