મહાઠગ કિરણ પટેલ અંગે ગૃહવિભાગનો સૌથી મોટો આદેશ, કાશ્મીરની તમામ યાત્રાઓ…
શ્રીનગર : જમ્મુ કાશ્મીર સરકારે બુધવારે કથિત ગુજરાતના ઠગ કિરણ પટેલે ગત્ત મહિને કરેલી યાત્રાની તપાસના આદેશ આપ્યા છે. જમ્મુ કાશ્મીરમાં તેણે અત્યાર સુધીમાં જેટલી…
ADVERTISEMENT
શ્રીનગર : જમ્મુ કાશ્મીર સરકારે બુધવારે કથિત ગુજરાતના ઠગ કિરણ પટેલે ગત્ત મહિને કરેલી યાત્રાની તપાસના આદેશ આપ્યા છે. જમ્મુ કાશ્મીરમાં તેણે અત્યાર સુધીમાં જેટલી પણ યાત્રા કરી તેમાં સિક્યોરિટી કેવી હતી તેની પણ તપાસ કરવા માટેના આદેશ આપ્યા છે. તે સુરક્ષા વ્યવસ્થાની તલસ્પર્શી તપાસના આદેશ આપ્યા છે. એક સરકારી આદેશ અનુસાર સંભાગીય આયુક્ત કાશ્મીર, વિજય કુમાર વિધૂડીને આ મુદ્દે તપાસનીશ અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગૃહ વિભાગ દ્વારા મહાઠગ વિરુદ્ધ મોરચો ખોલાયો
ગૃહ વિભાગનાં એડિશનલ ચીફ સેક્રેટરી રાજકુમાર ગોયલે પોતાના આદેશમાં કહ્યું કે, તપાસ અધિકારી સંબંધિત અધિકારીઓ અને તેમના દ્વારા થયેલી ચુકની ઓળખ કરશે અને તપાસ અંગેનો વિસ્તૃત રિપોર્ટ એક અઠવાડીયાની અંદર રજુ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતથી આવેલા એક ઠગ કિરણ પટેલ કે જે પોતાને વડાપ્રધાન કાર્યાલય (PMO) નો એડિશનલ ડાયરેક્ટરે તરીકે પ્રસ્તુત કરતો હતો. અનેક મહિનાઓથી તે કાશ્મીરમાં ન માત્ર ફરી રહ્યો હતો પરંતુ સરકારના અનેક લાભ પણ ઉઠાવતો હતો. આ ઉપરાંત સ્થાનિક વેપારીઓ સાથે પણ ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપીને ઠગાઇ કરતો હતો.
જમ્મુ કાશ્મીરમાં જ મહાઠગની પોલ ખુલી હતી
જમ્મુ કાશ્મીર પોલીસે પહેલા જ તેની વિરુદ્ધ નિશાત પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ગુનાહિત મંશા અને તેના માટે ઉચ્ચ પ્રકારના નકલી સાધનોનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો. હાલમાં જ પટેલને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. હાલમાં તે શ્રીનગરની સેન્ટ્રલ જેલમાં છે. આ ઉપરાંત ગુજરાત પોલીસ પણ તેને કસ્ટડીમાં લેવા માટે પ્રયાસરત્ત છે. કારણ કે ગુજરાતમાં પણ તેની વિરુદ્ધ અનેક ઠગાઇના કેસ નોંધાઇ ચુક્યા છે. આ અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા કિરણ પટેલની પત્ની માલિની પટેલની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
ADVERTISEMENT
બે હાઇપ્રોફાઇલ વ્યક્તિઓ પણ તેની સાથે મળી આવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીર પોલીસે આ અગાઉ કિરણ પટેલની સાથે રહેલા બે શખ્સોને પણ કસ્ટડીમાં લીધા હતા. જેની ઓળખ અમિત પંડ્યા અને જય સીતાપરા તરીકે થઇ હતી. જો કે હવે તેઓ સરકારી સાક્ષી બની ચુક્યા છે. બીજી તરફ ગુજરાત પોલીસની ATS શાખા પહેલા જ તેની પુછપરછ કરી ચુકી છે. આ અગાઉ એડીજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે, ગુજરાતી ઠગને ફિલ્ડ અધિકારીઓની નિષ્ફળતાને કારણે સુરક્ષા મળી હતી. આ જોતા હવે ફિલ્ડ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી જરૂરી છે. જે માટે હવે તપાસ સમિતીની રચના કરવામાં આવી છે.
ADVERTISEMENT