સ્વીડનમાં ફરી કુરાન સળગાવવાને મંજૂરી આપી, મુસ્લિમ દેશોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

ADVERTISEMENT

quran burning allowed again in Sweden, similar to wildfires in Muslim countries
quran burning allowed again in Sweden, similar to wildfires in Muslim countries
social share
google news

નવી દિલ્હી : સ્વીડનમાં ફરી એકવાર કુરાન સળગાવવાની મંજૂરી આપવામાં આવી છે. ઈરાકની રાજધાની બગદાદમાં સ્વીડિશ દૂતાવાસમાં દેખાવો થયા છે. દેખાવો બાદ હવે ઈરાક સરકારે એક નિવેદન જારી કરીને મોટી જાહેરાત કરી છે. સ્વીડનમાં ફરીથી કુરાન સળગાવવાની પરવાનગી મળ્યા બાદથી ઇસ્લામિક દેશ ઇરાક અને સ્વીડન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે.

ગુરુવારે સવારે ઇરાકની રાજધાની બગદાદમાં સ્વીડિશ દૂતાવાસને વિરોધીઓએ નુકસાન પહોંચાડ્યું હતું અને પરિસરમાં આગ લગાવી દીધી હતી. હવે એવા અહેવાલ છે કે, આના થોડા કલાકો પછી ઇરાકે સ્વીડનના રાજદૂતને હાંકી કાઢ્યા છે. ઇરાકી સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીએ સ્વીડનમાં ઇરાકના ચાર્જ ડી અફેર્સને પણ પાછા બોલાવ્યા હતા. ઈરાકી મીડિયામાં આવેલા અહેવાલો અનુસાર ઈરાકમાં કાર્યરત સ્વીડિશ ટેલિકોમ કંપની એરિક્સનની વર્ક પરમિટ પણ સસ્પેન્ડ કરવામાં આવી હતી.

ગયા મહિને બકરીઇદના દિવસે સ્વીડનની રાજધાની સ્ટોકહોમની સૌથી મોટી મસ્જિદની બહાર કુરાનની નકલને આગ ચાંપવામાં આવી હતી. બકરીદ પર કુરાન બાળનાર ઈરાકી શરણાર્થી સલમાન મોમિકાને પોલીસે ઈરાકી દૂતાવાસની સામે ફરી કુરાન બાળવાની મંજૂરી આપી હતી. જેને જોતાં ગુરુવારે સવારે ઈરાકની રાજધાની બગદાદમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. કુરાનની નકલ સળગાવીને ફરી આવા કૃત્યને મંજૂરી આપતા રોષે ભરાયેલા ઈરાકીઓએ એમ્બેસી કમ્પાઉન્ડમાં ધસી જઈ દૂતાવાસને આગ ચાંપી દીધી હતી.

ADVERTISEMENT

જો કુરાનને ફરીથી બાળવામાં આવશે તો ઈરાક-સ્વીડનના સંબંધો ખતમ થઈ જશે. સમાચાર એજન્સી રોઈટર્સના અહેવાલ મુજબ ઈરાકના વિદેશ મંત્રાલયે સ્વીડિશ દૂતાવાસ પર હુમલાની આકરી નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ‘ઈરાકી સરકારે સુરક્ષા અધિકારીઓને તાત્કાલિક ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તેમને એમ્બેસી પર કયા સંજોગોમાં હુમલો કરવામાં આવ્યો તેની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. અધિકારીઓને ગુનેગારોની ઓળખ કરવા અને કાયદા અનુસાર તેમને જવાબદાર ઠેરવવા જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. “ઇરાકી સરકારે સ્વીડિશ સરકારને રાજદ્વારી માધ્યમો દ્વારા જાણ કરી હતી કે જો સ્વીડનની ધરતી પર કુરાનને ફરીથી સળગાવવામાં આવશે તો ઇરાક સ્વીડન સાથે રાજદ્વારી સંબંધો તોડી નાખશે,” વડાપ્રધાનના કાર્યાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે.

વિદેશ મંત્રાલયે શું કહ્યું?
મંત્રાલયે કહ્યું છે કે, દૂતાવાસ પર થયેલા હુમલા અને આગચંપીમાં દૂતાવાસના કર્મચારીઓને કોઈ નુકસાન થયું નથી, બધા સુરક્ષિત છે. મંત્રાલયે કહ્યું કે રાજદ્વારી મિશન અને તેમના કર્મચારીઓની સુરક્ષા કરવાની જવાબદારી ઇરાકી અધિકારીઓની છે. તે સાથે જ એક સૂત્રએ પણ પુષ્ટિ કરી છે કે, સ્વીડિશ દૂતાવાસના તમામ કર્મચારીઓ સુરક્ષિત છે. જો કે, તેણે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. ઇરાકના પ્રભાવશાળી નેતા અલ-સદ્ર સાથે જોડાયેલા ટેલિગ્રામ જૂથ પરની એક પોસ્ટમાં વિરોધનું આહ્વાન કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, કુરાનને બીજી વખત સળગાવવાની યોજનાનો વિરોધ કરવા માટે સ્વીડનમાં સ્વીડિશ દૂતાવાસની બહાર પ્રદર્શન કરવામાં આવે. ફ્રેન્ચ ન્યૂઝ એજન્સી એએફપી સાથે વાત કરતા એક પ્રદર્શનકારી હસન અહેમદે કહ્યું, ‘આજે અમે કુરાન સળગાવવાની નિંદા કરવા માટે એક થયા છીએ. જે સંપૂર્ણ રીતે પ્રેમ અને વિશ્વાસ વિશે છે. અમે માંગણી કરીએ છીએ કે, સ્વીડનની સરકાર અને ઈરાકની સરકારે આ પ્રકારની પહેલ બંધ કરવી જોઈએ.’બકરીદ પર કુરાન સળગાવવાની ઘટનાને લઈને મુસ્લિમ દેશો આક્રોશિત છે.

ADVERTISEMENT

કુરાન સળગાવવાની આ ઘટનાનો તમામ મુસ્લિમ દેશોએ એક અવાજે વિરોધ કર્યો હતો અને સ્વીડનના રાજદ્વારીઓને બોલાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશને પણ આ મુદ્દે ઈમરજન્સી મીટિંગ બોલાવી અને ધાર્મિક પ્રતીકોનું સન્માન કરવાની સલાહ આપી. સ્વીડનની પોલીસે કહ્યું કે, તેણે અભિવ્યક્તિની સ્વતંત્રતા હેઠળ વિરોધ પ્રદર્શનની મંજૂરી આપી હતી, પરંતુ UAE, સાઉદી, તુર્કી, પાકિસ્તાન, કુવૈત મોરોક્કો, પાકિસ્તાન સહિતના વિશ્વના તમામ મુસ્લિમ દેશોએ કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે ઈસ્લામોફોબિયાથી પ્રેરિત આવા કૃત્યો સ્વીકારી શકાય નહીં.

    follow whatsapp

    ADVERTISEMENT