મહામંદીના ભણકારા! AMAZON ફરી 9000 કર્મચારીઓને છુટા કરશે, અગાઉ તાબડતોડ 18000 લોકોને છુટા કર્યા હતા
નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં બેકિંગ સંકટ સતત ઘેરાતું જઇ રહ્યું છે. જેના કારણે મહામંદીના એંધાણ પણ દેખાઇ રહ્યા છે. સતત વધી રહેલા ખતરા વચ્ચે…
ADVERTISEMENT
નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં બેકિંગ સંકટ સતત ઘેરાતું જઇ રહ્યું છે. જેના કારણે મહામંદીના એંધાણ પણ દેખાઇ રહ્યા છે. સતત વધી રહેલા ખતરા વચ્ચે મોટી મોટી કંપનીઓ પણ છટણી કરી રહી છે. દિગ્ગજ ઇ કોમર્સ કંપનીનું નામ પણ હવે આ યાદીમાં આવી ચુક્યું છે. એમેઝોને સેકન્ડ રાઉન્ડની છટણીની તૈયારીઓ કરી લીધી છે. આગામી થોડા અઠવાડીયામાં તબક્કાવાર હજારો કર્મચારીઓને છુટા કરવાનું આયોજન કરી લીધું છે. કંપનીના સીઇઓ ANDY JASSY એ આ LAYOFF ની જાહેરાત કરી દીધી છે.
પ્રથમ રાઉન્ડમાં જ હજારોની નોકરી ગઇ હતી
પીટીઆઇના રિપોર્ટ અનુસાર પ્રથમ રાઉન્ડમાં ગત્ત થોડા મહિનાઓ દરમિયાન એમેઝોને 18 હજાર કર્મચારીઓની છટણી કરી હતી. હવે સેકન્ડ રાઉન્ડની છટણીમાં 9 હજાર કર્મચારીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. આ કર્મચારીઓ આગામી થોડા અઠવાડીયાઓમાં બહારનો રસ્તો દેખાડવામાં આવી શકે છે. સીઇઓ એન્ડી જૈસીએ એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે, કંપનીએ છટણીનું જે આયોજન કર્યું છે તેમાં મોટા ભાગના AWS,એડ્વટાઇઝિંગ અને ટ્વીચ સેક્શનના લોકો છે.
એમેઝોનના સીઇઓએ બ્લોગમાં આપી માહિતી
એમેઝોનના સીઇઓએ કહ્યું કે, હાલના સમયમાં અને નજીકના ભવિષ્યમાં અર્થવ્યવસ્થામાં જે અનિશ્ચિતતા દેખાઇ રહી છે, તેને જોતા અમે અમારી પડતર અને હેડકાઉન્ટને વધારે સુવ્યવસ્થિત કરવાનું ઓપ્શન પસંદ કર્યું છે. તેમણે પોતાની પોસ્ટમાં આગળ કહ્યું કે, કંપનીએ ગત્ત થોડા વર્ષોમાં પુરતા પ્રમાણમાં નવા કર્મચારીઓને જોડ્યા છે. જો કે અનિશ્ચિત અર્થવ્યવસ્થાએ અમે કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે મજબુર કર્યા છે. આ અમારા માટે પણ ખુબ જ દુખદ છે પરંતુ હાલમાં જે પ્રકારની સ્થિતિ સર્જાઇ રહી છે તેને જોતા આ આકરો નિર્ણય લેવો ખુબ જ જરૂરી છે.
ADVERTISEMENT
હાલમાં જે પ્રકારનું વાતાવરણ સર્જાયું તેના કારણે આ જરૂરી
ઉલ્લેખનીય છે કે, એમેઝોનમાં છટણીના પહેલા રાઉન્ડ દરમિયાન જ સીઇઓ એન્ડી ઝેસી તરફથી એવા પણ સંકેતો અપાયા હતા કે આ પ્રકારના નિર્ણયો આગળ પણ લેવામાં આવી શકે. તેમણે કહ્યું હતું કે, હાલ કંપની ખુબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. વ્યાપારમાં અનિશ્ચિતતાના વાદળો જ્યાં સુધી ખતમ નથી થતા આ પ્રકારના આકરા પગલા ઉઠાવવામાં આવી શકે છે અને હવે 9000 કર્મચારીઓની છટણીના આયોજનનો ખુલાસો કરીને તેમણે આ વાતની પણ પૃષ્ટી કરી છે.
ADVERTISEMENT