અભિનેતાએ એવા ઇન્ટીમેટ સીન આપ્યા કે પત્નીએ થિયેટરમાં જ લોહી લુહાણ કર્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઇ : હાલમાં ઇમરાન હાશ્મી સલમાન ખાનની ટાઇગર 3 ફિલ્મના કારણે ચર્ચામાં છે. સમાચાર અનુસાર તે સલમાનની સાથે ટાઇગર 3 માં જોવા મળશે. ઇમરાન હાશ્મી થોડા સમય પહેલા સેલ્ફી ફિલ્મમાં જોવા મળ્યા હતા, જેમાં અક્ષય કુમાર સાથે તેણે સ્ક્રિન શેર કરી હતી. ઇમરાન હાશ્મીના ફિલ્મી ગ્રાફ પર નજર કરો તો જોઇ શકશો કછેલ્લા ઘણા સમયથી તેઓ ખુબ જ અલગ જ પ્રકારના રોલ કરતા જોવા મળે છે. એક સમયે એક્ટરે બોલ્ડ કિસિંગ અને ઇન્ટીમેટ સીન્સ માટે જાણીતો હતો. તેણે ફિલ્મોમાં અનેક અભિનેત્રીઓ સાથે ઇન્ટિમેટ સીન આપ્યા હતા.

અભિનેતામાં ઇન્ટીમેટ સીન જોઇ તેની પત્ની થઇ હતી ગુસ્સે
જો કે એક વખત ઇન્ટીમેટ સીન્સના કારણે તેની પત્ની ખુબ જ ગુસ્સામાં જોવા મળી હતી.એક્ટરની પત્નીએ તેને થિયેટરમાં જ ઘાયલ કરી દીધો હતો. ઇમરાન હાશ્મીએ એકવાર કરણ જોહરના શો કોફી વિથ કરણમાં કબુલ્યું હતું કે, જ્યારે તેમણે પત્ની સંગ થિએટરમાં પોતાની ફિલ્મ મર્ડર જોઇ હતી, તો તેણી ગુસ્સે થઇ ગઇ હતી. અભિનેતાએ કહ્યું હતું કે, અમે બંન્ને પહેલી સીટ પર બેઠા હતા. ફિલ્મ જોતા મારી પત્ની પોતાના નખ સતત મારા હાથમાં ખુંપાવતી હતી.

પરવીને મર્ડર ફિલ્મના સીન્સ જોઇએ તેને લોહીલુહાણ કર્યો
પરવીને મર્ડર ફિલ્મને જોતા કહ્યું કે, તે આ શું કરી નાખ્યું. મને આ ફિલ્મ અંગે પહેલા કેમ ન જણાવ્યું. ફિલ્મ પુર્ણ થતા સુધી અભિનેત્રીએ હાથો પર લોહી કાઢી નાખ્યું હતું અને તેના નખના નિશાન મારા હાથ પર પડી ગયા હતા. ઇમરાન હાશ્મીએ કહ્યું કે, તેની પત્નીહજી સુધી તેને એક્સેપ્ટ નથી કર્યો. જો કે બંન્ને વચ્ચે સંબંધો હજી પણ પહેલા જેવા યથાવત્ત છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT