Gujarat માં સ્થાપિત થશે Tesla નો પ્લાન્ટ, ELON MUSK ટુંક જ સમયમાં વાયબ્રન્ટમાં જાહેરાત કરી શકે છે જાહેરાત

ADVERTISEMENT

Elon Musk Setup plant in Gujarat
Elon Musk Setup plant in Gujarat
social share
google news

ગાંધીનગર : એલોન મસ્કની (Elon Musk) કંપની ટેસ્લા (Tesla) પોતાનો પ્લાન્ટ ભારતમાં શરૂ કરવા માંગે છે. ટેસ્લાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ (Tesla Manufacturing Plant In India) પોતાના રાજ્યમાં આવે તે માટે અનેક રાજ્યો પ્રયાસો કરી રહ્યા છે. જો કે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટેસ્લા પોતાનો પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત કરવા માટેનો નિર્ધાર કરી લીધો છે.

વાયબ્રન્ટ સમિટ 2024 માં ઔપચારિક જાહેરાતની શક્યતા

ગુજરાતના ગાંધીનગરમાં આયોજીત થનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 દરમિયાન તેની ઔપચારિક જાહેરાત થઇ શકે છે. વાયબ્રન્ટ સમિટ દરમિયાન ELON MUSK પોતે હાજર રહી શકે છે. આ કાર્યક્રમમાં PM Modi પોતે પણ હાજર રહે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. હાલ તો આ સમગ્ર માહિતી સુત્રોના આધારે સામે આવી રહી છે.

ટેસ્લાના ઉચ્ચ અધિકારીઓ ગુજરાત સરકારના અધિકારીના સંપર્કમાં

સુત્રો અનુસાર ટેસ્લા પોતાનો પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે સતત સંપર્કમાં છે. આ અંગે ગુજરાતના મંત્રી ઋષીકેશ પટેલે પણ અગાઉ ગ્રીન સિગ્નલ આપી ચુક્યા છે. જેમાં તેમણે જણાવ્યું કે, ટેસ્લા ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપિત કરવા ઇચ્છતી હોય તો અમે તેમને સંપુર્ણ સહયોગ આપશે. સરકારી સુત્રો અનુસાર આગામી ટુંક જ સમયમાં તેની જાહેરાત થઇ શકે છે. સરકાર તે બાબત પર ભાર આપી રહી છે કે, અહીં ટાટા અને ફોર્ડ જેવા અન્ય પ્લાન્ટ પણ છે. જનરલ મોટર્સનો પ્લાન્ટ પહેલાથી જ ટેસ્લા હસ્તગત કરી ચુક્યું છે. જેથી ગુજરાતમાં ટેસ્લાને સ્કિલ્ડ લેબર મેળવવામાં કોઇ જ સમસ્યા નહી થાય.

ADVERTISEMENT

પીએમની અમેરિકા મુલાકાત દરમિયાન મસ્ક કાર્યક્રમમાં હાજર હતા

અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન યુએસએના ઉદ્યોગજગતના અનેક દિગ્ગજો પીએમ મોદીને મળ્યા હતા. જેમાં એલોન મસ્કે પણ પીએમ મોદી સાથે મુલાકાત યોજી હતી. ત્યારથી જ એલોન મસ્કે ટેલ્સા અંગે ભારતમાં પોતાના પ્લાન્ટને સ્થાપિત કરવામાં રસ દાખવ્યો હતો. ટેસ્લા ટુંક જ સમયમાં ભારતમાં પોતાનો પ્લાન્ટ સ્થાપિત કરી શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT