કરાંચી પોલીસ હેડક્વાર્ટર પર આતંકવાદી હુમલો, આર્મી બોલાવવાની ફરજ પડી

ADVERTISEMENT

gujarattak
social share
google news

કરાંચી : પાકિસ્તાનના કરાચીમાં શુક્રવારે મોટો આતંકી હુમલો થયો છે. આઠથી દસ આતંકવાદીઓ કરાંચી પોલીસ હેડક્વાર્ટર (KPO)માં ઘૂસી ગયા અને અંધાધુંધ ગોળીબાર શરૂ કર્યો હતો. સુરક્ષા દળો સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા હોવાનું સામે આવ્યુ છે. એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. આ હુમલો શાહરાહ-એ-ફૈઝલ વિસ્તારમાં થયો હતો. સિંધ પોલીસના આઈજીનું કહેવું છે કે, સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા છે. પાકિસ્તાનના ARY ન્યૂઝના અહેવાલ અનુસાર કરાંચી પોલીસ હેડક્વાર્ટરમાં સંભવતઃ હાજર પાંચ વધુ આતંકવાદીઓને મારવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે.

કરાંચી પોલીસ હેડક્વાર્ટરમાં ઘુસેલા આતંકવાદીઓ પાસે મોટા પ્રમાણમાં હથિયાર
કરાંચી પોલીસ હેડક્વાર્ટરમાં ઘૂસેલા આ આતંકીઓ પાસે ભારે વિસ્ફોટકો અને હથિયારો છે. જેનાથી તેઓ સતત હુમલા કરી રહ્યા છે. અહેવાલ મુજબ કરાંચી પોલીસ હેડક્વાર્ટરમાં ઘૂસેલા આ આતંકીઓ પાસે હેન્ડ ગ્રેનેડ અને ઓટોમેટિક ગન છે. પાકિસ્તાન રેન્જર્સ અને પોલીસ દળોએ AIG ઓફિસ નજીકના વિસ્તારને ઘેરી લીધો છે. સિંધ પોલીસ અને પાકિસ્તાન રેન્જર્સને કેપીઓ નજીક મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે.

આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા આર્મી ઉતારવી પડી
આ સાથે જ આતંકીઓ સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પાકિસ્તાનના કરાચીમાં પોર્ટ સિટી પોલીસની હેડ ઓફિસ પર સશસ્ત્ર આતંકવાદીઓના ગોળીબારથી હડકંપ મચી ગયો છે. અહેવાલો અનુસાર, આતંકવાદીઓએ પહેલા પોલીસ હેડક્વાર્ટર પર અડધો ડઝન હેન્ડ ગ્રેનેડ ફેંક્યા અને પછી અંદર ઘુસી ગયા હતા. પોલીસ સુત્રો અનુસાર અર્ધલશ્કરી દળો, પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર ચાલી રહ્યો છે. હુમલાખોરોને ઘેરવા માટે જિલ્લાની તમામ મોબાઈલ વાનને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા માટે સ્થળ પર બોલાવાયા છે. પોલીસનો ગણવેશ પહેરેલા સશસ્ત્ર ‘બંદૂકધારીઓ’ પોલીસ ઓફિસ પર હુમલો કર્યો છે. જાનહાનિના અહેવાલો બાદ કરાંચી પોલીસને મદદ કરવા માટે પાકિસ્તાન આર્મી બોલાવવામાં આવી છે.

ADVERTISEMENT

ક્વિક રિસ્પોન્સ ટીમ ઘટના સ્થળે રવાના
પાકિસ્તાની રેન્જર્સના પ્રવક્તાએ જણાવ્યું કે, ક્વિક રિસ્પોન્સ ફોર્સ (QRF) ઘટનાસ્થળે પહોંચી અને વિસ્તારને ઘેરી લીધો છે. પોલીસ સર્જન ડૉ. સુમરિયા સૈયદે જણાવ્યું કે, ઘાયલ કાર્યકરને જિન્ના પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટરમાં સારવાર માટે લાવવામાં આવી રહ્યા છે. આ ઘટનાની નોંધ લેતા સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે સંબંધિત વિસ્તારના ડીઆઈજીને હુમલામાં સામેલ આતંકવાદીઓને પકડવા માટેનો નિર્દેશ આપ્યો હતો. પોલીસ હેડક્વાર્ટર પર હુમલો કોઈપણ કિંમતે સ્વીકાર્ય નથી.

મુખ્યમંત્રી પોતે સમગ્ર ઘટના પર રાખી રહ્યા છે નજર
સંબંધિત અધિકારી પાસેથી રિપોર્ટ માગતા મુખ્યમંત્રીએ કહ્યું કે, તેઓ વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મહેરબાની કરીને જણાવો કે, કરાંચી પોલીસ હેડક્વાર્ટર કરાંચીના મુખ્ય માર્ગ પર છે, જે સીધા એરપોર્ટ તરફ જાય છે. સુરક્ષા દળોની સૂચના પર કરાંચીમાં ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ગોળીબાર હજુ પણ ચાલી રહ્યો છે. બે આતંકવાદી ઠાર થયા છે જ્યારે અન્ય હજી પણ અંધાધુંધ ગોળીબાર કરી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT