Jammu Kashmir માં આતંકી હુમલો, એક પોલીસ જવાન શહીદ

ADVERTISEMENT

Terror attack in Jammu Kashmir,
Terror attack in Jammu Kashmir,
social share
google news

શ્રીનગર: દેશ આઝાદી પર્વની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આતંકીઓ આ પર્વને લોહિયાળ બનાવવા માંથી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં મોડી રાત્રે આતંકીઓએ હુમલો કર્યો હતો. શનિવારે રાત્રે કુલગામના કૈમોહમાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પોલીસ જવાન શહીદ થયો હતો. બાદમાં સુરક્ષા દળો પહોંચ્યા ત્યાં સુધીમાં આતંકીઓ નાસી છૂટયા હતા.

જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે કુલગામના કૈમોહમાં ગ્રેનેડની ઘટના સામે આવી હતી. આ આતંકવાદી ઘટનામાં પૂંછના મેંધરના રહેવાસી તાહિર ખાન નામનો એક પોલીસ કર્મચારી ઘાયલ થયો હતો. તેને સારવાર માટે અનંતનાગની જીએમસી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પોલીસ કર્મચારી શહીદ થઈ ગયો હતો.

આ પહેલા જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક જવાન ઘાયલ થયો હતો. શ્રીનગર પોલીસે ટ્વિટ કર્યું હતું કે આતંકવાદીઓએ અલી જાન રોડ, ઈદગાહ ખાતે સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં એક સીઆરપીએફ જવાનને સામાન્ય ઈજા થઈ હતી.

ADVERTISEMENT

દળોએ રાજૌરીમાં ભારતીય આર્મી બેઝ પર આત્મઘાતી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. એન્કાઉન્ટરમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે સેનાના ત્રણ જવાનોએ જીવ ગુમાવ્યો હતો. ગુરુવારે સવારે ઓપરેશન દરમિયાન સુબેદાર રાજેન્દ્ર પ્રસાદ, રાઈફલમેન મનોજ કુમાર અને રાઈફલમેન લક્ષ્મણન ડીએ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ હુમલાની નિંદા કરી અને આતંકવાદીઓ અને તેમના સમર્થકો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT