140ની સ્પીડે ફરી આવશે 'ભયાનક તોફાન', આ રાજ્યમાં IMDનું એલર્ટ; ગુજરાત પર કેટલો ખતરો?
Cyclone Remal : ચક્રવાતી તોફાન 'રેમલે' પશ્ચિમ બંગાળમાં ભારે તબાહી મચાવી, જેના કારણે 6 લોકોએ જીવ ગુમાવ્યા. તેલંગાણાના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદ થયો, જેના કારણે 13 લોકોના મોત થયા.
ADVERTISEMENT
Cyclone Remal : ચક્રવાતી તોફાન 'રેમલે' પશ્ચિમ બંગાળમાં ભારે તબાહી મચાવી, જેના કારણે 6 લોકોએ જીવ ગુમાવ્યા. તેલંગાણાના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદ થયો, જેના કારણે 13 લોકોના મોત થયા. વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થયા અને અનેક મકાનો ધરાશાયી થયા. માર્ગ અને હવાઈ સેવાને પણ અસર થઈ. હવે ચક્રવાતી તોફાનની અસર બિહારમાં જોવા મળશે. આને લઈને IMDએ લોકોને સાવચેત રહેવાની ચેતવણી આપી છે.
બિહારમાં વર્તાશે અસર
હવે બિહારમાં ચક્રવાતી તોફાન દસ્ક્ત આપશે. આ અંગે IMDએ કહ્યું કે બંગાળની ખાડીમાંથી આવેલું વાવાઝોડું 'રેમલ' બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે લેન્ડફોલ થયું છે, પરંતુ તેની અસર બિહારમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન બિહારના ઘણા જિલ્લાઓમાં 130 થી 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પણ થશે.
આ જિલ્લાઓમાં એલર્ટ જાહેર
વરસાદને લઈને બિહારના અરરિયા, કિશનગંજ, સુપૌલ અને કટિહારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડાના કારણે ઉત્તર બિહારમાં તેજ હવાની સાથે વાદળ વરસશે તો દક્ષણિ બિહારમાં મોસમનો મિજાજ બદલાશે. તેના કારણે પટનાથી પશ્ચિમ બંગાળ અને ઝારખંડની હવાઈ સેવા પ્રભાવિત થશે. IMDએ લોકોને એલર્ટ રહેવાની સલાહ આપી છે.
ADVERTISEMENT
કેરળમાં ચોમાસાની થશે એન્ટ્રી!
IMDએ જણાવ્યું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે આગળ વધી રહ્યું છે અને આગામી ચારથી પાંચ દિવસમાં કેરળમાં પહોંચશે. જોકે, કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. એવું માનવામાં આવે છે કે આ વખતે ચોમાસું એક દિવસ વહેલું આવી શકે છે.
આ રાજ્યોમાં થશે વરસાદ
સિક્કિમ, આસામ અને મેઘાલયમાં 27 અને 28 મેના રોજ ભારે વરસાદ થવાની સંભાવાના છે. તો 27 અને 29 મેના રોજ અરુણાચલ પ્રદેશમાં વાદળો વરસી શકરે છે. પશ્ચિમ બંગાળ સહિત કેટલાક રાજ્યોમાં ચક્રવાતી તોફાનના કારણે વરસાદની સંભાવના છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT