રશિયન જેટની ટક્કરથી US ડ્રોન કાળા સમુદ્રમાં ક્રેશ, અમેરિકાની વોર્નિંગ વ્લાદિમીર પુતિનને ખુલ્લી ધમકી
નવી દિલ્હી: US ડ્રોન સાથે રશિયન જેટની ટક્કરઃ રશિયા અને અમેરિકા વચ્ચે ફરી એકવાર તણાવ વધતો જોવા મળી રહ્યો છે. મંગળવારે (14 માર્ચ) કાળા સમુદ્રમાં…
ADVERTISEMENT
નવી દિલ્હી: US ડ્રોન સાથે રશિયન જેટની ટક્કરઃ રશિયા અને અમેરિકા વચ્ચે ફરી એકવાર તણાવ વધતો જોવા મળી રહ્યો છે. મંગળવારે (14 માર્ચ) કાળા સમુદ્રમાં અમેરિકાના MQ-9 રીપર સર્વેલન્સ ડ્રોન સાથે રશિયન ફાઈટર જેટ ક્રેશ કરવાના મામલે રશિયાને ખુલ્લેઆમ ચેતવણી આપી છે.
યુએસ સેનેટ ચક શૂમરે મંગળવારે એક ઈવેન્ટનું ઉદ્ઘાટન કરતા કહ્યું કે, હું રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કહેવા માંગું છું કે તમે બંને દેશો વચ્ચે અણધાર્યા તણાવમાં વધારાનું કારણ બનો તે પહેલા, તમારું વર્તન સુધારી લો.
અથડામણ પછી, ડ્રોનને ઘણું નુકસાન થયું હતું
આ ઘટના બાદ પેંટાગોને મંગળવારે કહ્યું કે, અમેરિકન સેનાએ અનિવાર્ય રૂપથી પોતાના એમક્યૂ-9 રીપેર સર્વેલાન્સ ડ્રોનને ક્રેશ કરવા માટે મજબૂર થવું પડ્યું. કારણ કે રશિયન જેટ સાથેની અથડામણમાં તેને નુકસાન થયું. બ્રિગેડિયર જનરલ પેટ રાયડરે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, રશિયન એરક્રાફ્ટની ટક્કર બાદ ડ્રોન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું અને આગળ ઉડવાની શક્યતા ઓછી હતી. આવી સ્થિતિમાં, અમારે તેને કાળા સમુદ્રમાં ક્રેશ કરવાની ફરજ પડી હતી.
ADVERTISEMENT
શું છે આખો મામલો?
યુએસ આર્મીના યુરોપિયન કમાન્ડ અનુસાર, મંગળવારે કાળા સમુદ્ર પર એક રશિયન SU-27 ફાઇટર પ્લેન અમેરિકન MQ-9 રીપર ડ્રોન સાથે ટકરાયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે અમેરિકાનું રીપર ડ્રોન અને બે રશિયન ફાઇટર જેટ SU-27 કાળા સમુદ્રની ઉપર આંતરરાષ્ટ્રીય જળસીમામાં ચક્કર લગાવી રહ્યા હતા. આ સમગ્ર મામલે યુએસ એરફોર્સના જનરલ જેમ્સ હેકરે કહ્યું કે, અમારું MQ-9 આંતરરાષ્ટ્રીય એર સ્પેસમાં નિયમિત રીતે ઓપરેટ કરી રહ્યું હતું. ત્યારે એક રશિયન વિમાન તેની સાથે અથડાયું હતું. જે બાદ અમારું ડ્રોન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. આ સાથે તેણે જણાવ્યું કે આ પછી રશિયન પ્લેન પણ ક્રેશ થયું. તેણે આ ઘટનામાં રશિયાને પણ જવાબદાર ઠેરવ્યું છે. અમેરિકી સેનાનો દાવો છે કે રશિયન જેટ જાણીજોઈને અમેરિકન ડ્રોનને નિશાન બનાવી રહ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT