રાજસ્થાનના ફતેહપુર શેખાવાટીમાં બે જુથો વચ્ચે તણાવ, ટોળું બેકાબું થતા પથ્થરમારો

ADVERTISEMENT

gujarattak
social share
google news

જયપુર : રાજસ્થાનના ફતેહપુર શેખાવટીમાં 2 જુથો વચ્ચે જબરજસ્ત તણાવના સમાચારો સામે આવી રહ્યા છે. અહીં મતદાન દરમિયાન બે જુથ વચ્ચે તણાવ દરમિયાન ભીડ બેકાબુ થઇ ગઇ અને ભારે પથ્થરમારો થયો. લોકો પોતાના ઘરની છતથી પત્થર ફેંકતા જોવા મળ્યા હતા. સુરક્ષાદળોએ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

રાજસ્થાનમાં આજે 199 વિધાનસભા સીટ માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. તમામ સ્થળો પર મતદાન શાંતિપુર્વક ચાલી રહ્યું હતું કે, ફતેહપુર શેખાવાટીથી હિંસાના સમાચાર સામે આવ્યા. અહીં 2 જુથો વચ્ચે જબરજસ્ત તણાવ પેદા થઇ ગયો. વોટિંગના દિવસે બે જુથ વચ્ચે થયેલા તણાવ દરમિયાન બેકાબુ થઇ અને ભારે પથ્થરમારો કર્યો.

ભારે પથ્થરમારો થયો

અહીં એક કલાક સુધી અફડાતફડી ચાલુ રહી હતી. ઘટના સ્થળ પર પહોંચેલા સુરક્ષાદળોએ કોઇ પ્રકારે ટોળા પર કાબુ મેળવ્યો અને પથ્થરમારો કરનારા લોકો ભાગતા જોવા મળ્યા હતા. સ્થિતિ શાંત થયા બાદ મતદાન ફરીથી શરૂ થઇ ગઇ છે. તણાવ અહીં થોડા જ સમય માટે રહ્યો પરંતુ આ દરમિયાન થયેલા જબરજસ્ત પથ્થરમારાથી રસ્તાઓ ભરાઇ ગયા હતા. લોકો પોકાના ઘરની છત પર પથ્થરમારો કરતા જોવા મળ્યા હતા. હાલ ઘટના સ્થળ પર પોલીસ અને પેરામિલીટ્રીના જવાન ત્યાં તહેનાત છે. સ્થિતિને કાબુમાં કરી લીધી હતી.

ADVERTISEMENT

199 સીટો પર થઇ રહ્યું છે મતદાન

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે જ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. રાજ્યની 200 સીટોમાંથી આજે 199 સીટ માટે મતદાન થઇ રહ્યું છે. એક સીટ પર કોંગ્રેસ ઉમેદવાર ગુરમીતસિંહ કુન્નુરનું નિધન થવાના કારણે મતદાન નથી થઇ રહ્યું.

રાજસ્થાનમાં શાંતિપુર્ણ મતદાન માટે સુરક્ષાબળ તહેનાત

રાજસ્થાનમાં શાંતિપુર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે કુલ 1,02,29 સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. કુલ 69,114 પોલીસ કર્મચારી, 32,876 રાજસ્થાન હોમગાર્ડ, ફોરેસ્ટ ગાર્ડ અને આરએસી કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. જ્યારે CAPF ની 700 તહેનાત કરવામાં આવી છે.

ADVERTISEMENT

મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું કે, રાજ્યમાં કુલ 36,101 સ્થળો પર મતદાન કેન્દ્ર બનાવાયા છે. તેમણે કહ્યું કે, શહેરી વિસ્તારમાં કુલ 10,501 અને ગ્રામીણ વિસ્તારમાં 41,006 મતદાન કેન્દ્ર બનાવાયેલા છે. કુલ 26,393 મતદાન કેન્દ્ર પર લાઇવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT