Telangana Results: રાહુલ ગાંધીના અંગત નેતા બનશે તેલંગાણા CM, હારી જાય તો પણ બનશે CM

ADVERTISEMENT

Revant Reddy
Revant Reddy
social share
google news

નવી દિલ્હી : મોદી લહેર વચ્ચે ભાજપે 4 રાજ્યો પૈકી 3-1 થી ક્લિન સ્વિપ કર્યું છે. જો કે આ પ્રચંડ મોદી લહેર વચ્ચે પણ તેલંગાણામાં કોંગ્રેસને ભવ્ય જીત અપાવનારા રેવંત રેડ્ડી તેલંગાણાના મુખ્યમંત્રી હશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. કોંગ્રેસ અધ્યક્ષ રેવંત રેડ્ડી રાહુલ ગાંધીની ખુબ જ નજીકના નેતા માનવામાં આવે છે.

કોણ છે રેવંત રેડ્ડી?

ઓસ્માનિયા યુનિવર્સિટી ગ્રેજ્યુએટ રેવંત રેડ્ડી ABVP માં જોડાયા હતા. તેઓ TDP માં જોડાયા હતા. ટીડીપી છોડીને તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. 2018 માં વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ તેઓની ધરપકડ થઇ ચુકી છે. જો કે રેવંડ રેડ્ડી તેલંગાણામાં મોરચા પર રહ્યા હતા. રેવંડ રેડ્ડી તેમના વિદ્યાર્થીકાળથી જ રાજકારણમાં છે. ABVP માંથી રાજકારણમાં પ્રવેશ્યા હતા. તેઓ ટીડીપીમાં ગયા. રેડ્ડી તેગુલુ દેશમ પાર્ટીના 2 ટર્મ ધારાસભ્ય રહી ચુક્યા છે. ધારાસભ્ય બન્યા બાદ તેઓ 2019 માં કોંગ્રેસની ટિકિટ પર લોકસભા લડ્યા હતા.

શું છે રેડ્ડીનું પારિવારિક બેકગ્રાઉન્ડ?

રેવંત રેડ્ડીએ 1992 માં ગીતા સાથે લગ્ન કર્યા હતા. રેવંત રેડ્ડીનો એક પુત્ર છે. નૈમિષા પરિણીત છે. તેના લગ્ન 2015 માં સત્યનારાયણ રેડ્ડી સાથે થયા હતા. 2018 માં રેવન્ત રેડ્ડી સામે આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી થઇ હતી. આ ઉથપપાથલ દરમિયાન તેઓ ન માત્ર એક મજબુત નેતા તરીકે ઉભર્યા હતા. રેવંડ રેડ્ડીને રાહુલ ગાંધી જ કોંગ્રેસમાં લાવ્યા હતા.

ADVERTISEMENT

તેલંગાણામાં કોંગ્રેસની ભવ્ય જીત

રેવંત રેડ્ડીના નેતૃત્વમાં તેલંગાણામાં કોંગ્રેસે ખુબ જ આક્રમક પ્રદર્શન કર્યું હતું. જેના પગલે કોંગ્રેસે આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં 65 જેટલી સીટો જીતી હતી. રેવંત રેડ્ડી બે વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ કામારેડ્ડી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. રેવંત રેડ્ડી બંન્ને સ્થળેથી ચૂંટણી હારે તો પણ તેઓ સીએમ બની શકે છે. તેલંગાણામાં વિધાનસભાનું ઉપલું ગૃહ પણ છે જેથી તેઓ MLC બનીને પણ મુખ્યમંત્રી બની શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT