હૈદરાબાદમાં મોટી દુર્ઘટના: એપાર્ટમેન્ટમાં આગ લાગતા 6 લોકો ભડથું, બચાવ કામગીરી ચાલુ

ADVERTISEMENT

gujarattak
social share
google news

તેલંગાણાના હૈદરાબાદના નામપલ્લીમાં એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આગ બિલ્ડિંગમાં આવેલા એક ગોડાઉનમાં લાગી હતી. આ આગ એટલી ઝડપથી ફેલાઈ કે ઘણા લોકોને તેમાંથી બહાર નીકળવાનો મોકો પણ ન મળ્યો. ફાયર વિભાગની અનેક ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

ફાયરની ટીમે બચાવ કામગીરી હાથ ધરી

આ ઘટનાના જે વીડિયો સામે આવ્યા છે, તેમાં જઈ શકાય છે કે ફાયરની ટીમ દ્વારા બારીઓ પર સીડી લગાવીને બિલ્ડિંગમાં ફસાયેલી મહિલાઓ અને બાળકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. આગમાં દાઝી ગયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસ હજુ સુધી આગનું કારણ શોધી શકી નથી. હાલ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

 

ADVERTISEMENT

6 લોકોના મોત

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ આગ એટલી ભયંકર છે કે તેમાં દાઝી જવાથી 6 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

18 માર્ચે લાગી હતી પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં આગ

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા 18 માર્ચે હૈદરાબાદમાં ભીષણ આગ લાગી હતી. આગની આ ઘટના કાલાપથ્થરમાં અન્સારી રોડ પર આવેલા એક પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં લાગી હતી. ત્યારપછી ફાયર બ્રિગેડની 7 ગાડીઓ આગ પર કાબુ મેળવવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનાના લગભગ 39 કલાક પહેલા હૈદરાબાદના સિકંદરાબાદમાં એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT