#BJPLeaks: 10મા ધોરણના પેપર લીક કેસમાં BJP સાંસદ અને પ્રદેશ પ્રમુખની ધરપકડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હૈદરાબાદ: તેલંગાણા ભાજપ પ્રમુખ અને સાંસદ બંદી સંજય કુમારની SSC હિન્દી પરીક્ષાના પ્રશ્નપત્રના કથિત લીકના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યની મુલાકાત પહેલા કરીમનગરમાં તેમના નિવાસસ્થાનેથી અટકાયત કર્યાના કલાકો બાદ આ વાત સામે આવી છે. આ પગલાથી તેમના પક્ષના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. હિન્દી પરીક્ષા માટેનું SSC (સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ) પ્રશ્નપત્ર કથિત રૂપે 4 એપ્રિલ, મંગળવારે વારંગલમાં પરીક્ષા શરૂ થયાની થોડી મિનિટોમાં લીક થયું હતું. એક દિવસ પહેલા, 3 એપ્રિલે, અન્ય વિષયનું SSC પ્રશ્નપત્ર પણ કથિત રીતે લીક થયું હતું.

બોર્ડની પરીક્ષાનું હિન્દીનું પેપર લીક થયું
પોલીસના જણાવ્યા અનુસાર, પરીક્ષા શરૂ થયા બાદ હિન્દીનું પેપર લીક થયું હતું અને તેના ફોટા સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા, જેને ભૂતપૂર્વ પત્રકાર અને હાલમાં ભાજપના કાર્યકર એવા બૂરામ પ્રશાંત દ્વારા પણ વાઈરલ કરવામાં આવ્યા હતા. આ કેસમાં મુખ્ય આરોપી ભાજપ સાથે સંબંધ ધરાવતો હોવાથી પોલીસે બંદી સંજયને કસ્ટડીમાં લીધા છે. બંદી સંજયની ધરપકડ અંગે પોલીસ અધિકારીઓએ હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. જોકે, તેમને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા અને આજે તેને વારંગલ કોર્ટમાં હાજર કરવામાં આવશે.

ADVERTISEMENT

પરીક્ષા કેન્દ્રથી જ લીક થયું પેપર
અગાઉ, બીજેપી પ્રમુખને પોલીસ દ્વારા તબીબી તપાસ માટે પાલકુર્થીની સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ધોરણ 10 ની હિન્દીની પરીક્ષા મંગળવારે સવારે 9.30 વાગ્યે શરૂ થઈ હતી અને સવારે 10 વાગ્યા સુધીમાં, પ્રશ્નપત્રના ફોટા પહેલા વારંગલ જિલ્લામાં અને પછી રાજ્યભરમાં વોટ્સએપ ગ્રુપમાં ફરતા થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓએ પેપર પરીક્ષા કેન્દ્ર પર લીક થવાનું ટ્રેસ કર્યું હતું.

ADVERTISEMENT

16 વર્ષના છોકરાએ પેપરના ફોટો લઈને લીક કર્યા
AV રંગનાથ, IPS, CP વારંગલે ઈન્ડિયા ટુડેને જણાવ્યું, “એક 16 વર્ષનો છોકરો ZPHSની કમ્પાઉન્ડ વોલ પર પાછળથી બાજુમાં આવેલા ઝાડની મદદથી ચઢી ગયો. પરીક્ષા લખી રહેલા તેના મિત્ર હરીશને મદદ કરવા કમલાપુરની શાળાએ સવારે 9.59 કલાકે ત્રીજા રૂમમાં રહેતા એક છોકરા પાસેથી તેના મોબાઈલ ફોન પર પ્રશ્નપત્રનો ફોટો લીધો અને પ્રશ્નપત્ર સ્થાનિક વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કરનાર શિવ ગણેશને મોકલ્યા હતા.”

ADVERTISEMENT

ભાજપના કાર્યકરની પણ સમગ્ર મામલે ધરપકડ
તપાસ દરમિયાન, ત્રણ લોકોની ઓળખ મૌતમ શિવ ગણેશ અને ભૂતપૂર્વ પત્રકાર અને હાલમાં ભાજપના કાર્યકર બુરામ પ્રશાંત તરીકે કરવામાં આવી હતી અને 16 વર્ષના છોકરાની ધરપકડ કરવામાં આવી હતી. તેમના મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ કેસમાં વધુ એક આરોપી, જી મહેશ જે ભૂતપૂર્વ રિપોર્ટર હતો અને હાલમાં KMC વારંગલમાં લેબ ટેકનિશિયન તરીકે કામ કરે છે, તેની ધરપકડ કરવાની બાકી છે.

ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો
એ.વી. રંગનાથે વધુમાં કહ્યું, “તે સ્પષ્ટ છે કે પેપર લીક થયું હતું. આરોપીઓએ એક સંદેશ શેર કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે પેપર સવારે 9.30 વાગ્યે લીક થયું હતું, પરંતુ ફોટોગ્રાફ્સ ઘણા પહેલા લેવામાં આવ્યા હતા. આ તે બતાવવાના હેતુથી કરવામાં આવ્યું હતું કે પરીક્ષાઓ સારી રીતે લેવામાં આવી રહી નથી. બંદી સંજય કુમારની અટકાયતના વિરોધમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો એકઠા થયા હતા અને તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તેમણે સંજય કુમારને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT