ACB Raid: નોટના થપ્પે થપ્પા, 2 કિલો સોનું… સરકારી અધિકારીના ઘરેથી મળી 100 કરોડની સંપત્તિ

ADVERTISEMENT

gujarattak
social share
google news
  •  તેલંગાણાના સરકારી અધિકારીના ઘરે ACBના દરોડા
  • અત્યાર સુધીમાં 100 કરોડ રૂપિયાની સંપત્તિ મળી આવી
  • 14 ટીમો અધિકારીના ઘરે કરી રહી છે તપાસ

ACB Raid in Telangana: તેલંગાણાના એન્ટી કરપ્શન બ્યુરોએ બુધવારે એક સરકારી અધિકારીના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન અધિકારીના ઘરેથી મળી આવેલી વસ્તુઓ જોઈને ACBના અધિકારીઓની આંખ ચાર થઈ ગઈ હતી. હકીકતમાં સરકારી અધિકારીના ઘરેથી અત્યાર સુધીમાં 100 કરોડ રૂપિયાની સંપત્તિ મળી આવી છે. ACBના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (TSRERA)ના સેક્રેટરી અને મેટ્રો રેલમાં પ્લાનિંગ ઓફિસર એસ. બાલકૃષ્ણના નિવાસ સ્થાને દરોડો પાડવામાં આવ્યો હતો, આ દરમિયાન રોકડ, કિંમતી વસ્તુઓ મળી આવી છે. હજુ પણ તપાસ ચાલી રહી છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

એક સાથે 14 ટીમોએ હાથ ધરી હતી તપાસ

મળતી માહિતી અનુસાર, 14 ટીમોએ એક સાથે એસ. બાલકૃષ્ણના ઠેકાણાઓ પર એકસાથે દરોડા પાડ્યા હતા, બુધવારે આખો દિવસ તપાસ ચાલું રહી. એસ. બાલકૃષ્ણના ઘર, ઓફિસ, તેમના સંબંધીઓના ઘરે પણ તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, એસ.બાલકૃષ્ણ આ પહેલા હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટી (HMDA)માં ટાઉન પ્લાનિંગ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. મળતી માહિતી મુજબ આજે પણ તપાસ ચાલુ રહે તેવી શક્યતા છે.

તપાસમાં શું-શું મળી આવ્યું?

એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓની તપાસમાં અત્યાર સુધીમાં લગભગ 40 લાખ રૂપિયા રોકડા, 2 કિલો સોનું, જંગમ અને જંગમ મિલકતના દસ્તાવેજો, 60 મોંઘી કાંડા ઘડિયાળો, 14 મોબાઈલ ફોન અને 10 લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે. અધિકારીના બેંક લોકર હજુ સુધી ખોલવામાં આવ્યા નથી. એસીબીના અધિકારીઓને રોકડ ગણતરીના મશીનો પણ મળી આવ્યા છે.

ADVERTISEMENT

કેવી રીતે બનાવી આટલી સંપત્તિ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે બાલકૃષ્ણએ ઘણી રિયલ એસ્ટેટ કંપનીઓને કથિત રીતે પરમિટ અપાવીને આ કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી છે. એસીબીના અધિકારીઓને શંકા છે કે તેણે એચએમડીએમાં ફરજ બજાવ્યા બાદ કથિત રીતે મિલકત મેળવી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT