તીસ્તા સેતલવાડની નહીં થઈ શકે ધરપકડઃ સુપ્રીમ કોર્ટેનો ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે
ગોપી ઘાંઘર/સૃષ્ટી ઓઝા/કનુ સારદા.નવી દિલ્હી/અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે સામાજીક કાર્યકર તીસ્તા સેતલવાડની જામીન અરજી ખારીજ કરી દીધી છે. તીસ્તા સેતલવાડે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો…
ADVERTISEMENT
ગોપી ઘાંઘર/સૃષ્ટી ઓઝા/કનુ સારદા.નવી દિલ્હી/અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે સામાજીક કાર્યકર તીસ્તા સેતલવાડની જામીન અરજી ખારીજ કરી દીધી છે. તીસ્તા સેતલવાડે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જ્યાં આ મામલે સુનાવણી થઈ હતી. જોકે 2 જજ વાળી બેંચમાં જામીન આપવાનો નિર્ણય ના થતા મામલો લાર્જર બેંચમાં મુકવા સીજેઆઈ સમક્ષ જશે. 2 જજની બેંચમાં બંને જજોના અલગ અલગ મત હોવાથી મામલો સીજેઆઈ સમક્ષ મુકાશે. આજે ગુજરાત હાઈકોર્ટે જામીન ના આપવા અને તાત્કાલિક સરેન્ડર કરવાનો આદેશ કર્યો હતો. તીસ્તાને હાલ કોઈ રાહત મળી ન્હોતી. જોકે સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટ તરફથી શનિવારે રાત્રે રાહત મળી હતી. સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેચે તીસ્તા સેતલવાડને એક અઠવાડિયાની અંતરિમ સુરક્ષા આપી હતી. જે અંતર્ગત તેમની ધરપકડ નહીં થઈ શકે અને ના તેમને ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર તુરંત સરંડર કરવાનું હશે. ત્રણ જજોની બેંચના સામે મામલો આવવાથી પહેલા શનિવારે સાંજે જ બે જજોની પીઠે આ મામલે સુનાવણી કરી દીધી હતી. જોકે ત્યારે જામીનને લઈને બંને જજોનો નિર્ણય અલગ અલગ હતો. તેને આ મામલાને મોટી બેંચના પાસે સુનાવણી માટે મોકલાયા હતા અને મામલાની સુનાવણીની વાત કરી હતી.
સાંજે 6.30 કલાકે સુનાવણી હાથ ધરવામાં આવી
કાર્યકર્તા તીસ્તા સેતલવાડને 2002ના ગોધરા રમખાણોના કેસમાં તત્કાલીન ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓને સંડોવવા માટે કથિત રીતે બનાવટી દસ્તાવેજો બનાવવા માટે નોંધાયેલા કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત ન મળતાં તેમણે રાહત માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. વાસ્તવમાં ગુજરાત હાઈકોર્ટે તેને તાત્કાલિક સરેન્ડર કરવા કહ્યું હતું. સમાચાર આવ્યા કે સુપ્રીમ કોર્ટમાં આ મામલે તરત જ સુનાવણી થવાની છે અને સુનાવણી માટે સાંજે 6.30 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટ પહોંચી
મળતી માહિતી મુજબ તીસ્તા સેતલવાડ શનિવારે જ ગુજરાત હાઈકોર્ટના સરેન્ડર કરવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. સાંજે જ સમાચાર આવ્યા કે તીસ્તા કેસમાં તાત્કાલિક સુનાવણી થઈ શકે છે. આ પછી સુનાવણીનો સમય સાડા છ વાગ્યે સામે આવ્યો. આ કેસની સુનાવણી જસ્ટિસ એએસ ઓક અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની ખંડપીઠે કરી હતી. આ દરમિયાન એડવોકેટ સીયુ સિંઘે સુપ્રીમ કોર્ટના જૂના નિર્ણયો અને આદેશોને ટાંકીને રાહતની અરજી કરી હતી, જ્યારે ગુજરાત સરકારના વકીલે પણ પોતાની દલીલો આપી હતી. કોર્ટે કહ્યું કે અમારે આદેશ વાંચવો પડશે. સોમવારે પણ સુનાવણી થશે તો શું થશે? તીસ્તાના વકીલે કહ્યું કે તેણે આત્મસમર્પણ કરવું પડશે અને તેમની ધરપકડ કરવામાં આવશે.
ADVERTISEMENT
પાટણમાં પોલીસની હાજરીમાં જ બે જુથો વચ્ચે ‘દે દના દન’, કારની સામાન્ય ટક્કરમાં બબાલ
આભ તૂટી પડવાનું નથી: સુપ્રીમ કોર્ટ
વકીલની આ વાત પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો આ મામલાની સુનાવણી મંગળવારે થશે તો આસમાન નહીં પડી જાય. ત્યાં સુધી કોઈ કાર્યવાહી ન થાય તો સારું. વકીલે કહ્યું કે તે 10 મહિના માટે જામીન પર બહાર હતી. આગામી 72 કલાકમાં શું થશે? કોર્ટે કહ્યું કે આ કોર્ટે તેને વચગાળાના જામીન પર મુક્ત કરીને વચગાળાની સુરક્ષા પૂરી પાડી હતી.
સુપ્રીમ કોર્ટના બંને જજોનો અભિપ્રાય અલગ-અલગ
તીસ્તાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટના બંને જજોના અભિપ્રાય અલગ હતા. આ મામલો સીજેઆઈને મોકલવામાં આવ્યો હતો અને ત્રણ જજની બેંચની રચના કરવા માટે કહેવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે તીસ્તાના કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર જનરલને આ અંગે આદેશ આપ્યો છે. બેન્ચે કહ્યું કે આ મામલો તાત્કાલિક ચીફ જસ્ટિસને મોકલવો જોઈએ જેથી કરીને ચીફ જસ્ટિસ આ મામલે ત્રણ જજની બેન્ચની રચના કરી શકે અને આ મામલાની સુનાવણી કરવામાં આવે.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે કહ્યું કે તીસ્તાએ સાક્ષીઓ અને પુરાવાઓ સાથે ચેડા કર્યા છે. ગુજરાત સરકારે કહ્યું કે તીસ્તાએ તમામ સંસ્થાઓ સાથે વિશ્વાસઘાત કર્યો અને લોકોને બદનામ કર્યા. તીસ્તાએ ખોટી માહિતી આપીને ન્યાયિક પ્રક્રિયાને ગેરમાર્ગે દોરી છે. તુષાર મહેતાએ કહ્યું કે ત્રણ જજની બેન્ચે કહ્યું હતું કે તીસ્તાએ સાક્ષીઓને ભણાવ્યા હતા.
ADVERTISEMENT
CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા જામનગરઃ અસરગ્રસ્તોની લીધી મુલાકાત, તંત્ર કેટલું સુધરશે?
હાઇકોર્ટે તાત્કાલિક સરેન્ડર કરવા સૂચના આપી
તમને જણાવી દઈએ કે, સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડની નિયમિત જામીન અરજી ફગાવી દીધા બાદ ગુજરાત હાઈકોર્ટે શનિવારે તેને ‘તત્કાલ સરેન્ડર’ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તીસ્તા પર 2002 પછીના ગોધરા રમખાણો સંબંધિત કેસોમાં પુરાવા સાથે કથિત રીતે ચેડા કરવાનો અને સાક્ષીઓને તાલીમ આપવાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટમાં જવાના આદેશ પર સ્ટે મૂકવાની તેમના વકીલની વિનંતીને પણ કોર્ટે ફગાવી દીધી હતી.
ગયા વર્ષે વચગાળાના જામીન મળ્યા
ગુજરાત રમખાણો સંબંધિત કેસમાં ધરપકડ કરાયેલી તીસ્તા સેતલવાડને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ અમદાવાદની સાબરમતી મહિલા જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. આ સાથે કોર્ટે કહ્યું હતું કે હાઈકોર્ટ તેમના નિયમિત જામીન પર પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. હાલ તો તેમને વચગાળાના જામીન મળી ગયા છે. તેના આદેશમાં કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તીસ્તાએ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવો પડશે. જ્યાં સુધી તેને હાઈકોર્ટમાંથી નિયમિત જામીન નહીં મળે ત્યાં સુધી તે દેશની બહાર જઈ શકે નહીં.
તીસ્તા પરના આ આરોપો
તીસ્તા પર સાક્ષીઓને ઉશ્કેરવાનો આરોપ છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી (હવે વડાપ્રધાન) નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપતા SITના રિપોર્ટને પડકારતી ઝાકિયા જાફરીની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તીસ્તા સેતલવાડ પોતાનો સ્વાર્થ સાબિત કરવામાં વ્યસ્ત છે. કોર્ટે સંજીવ ભટ્ટ અને આરબી શ્રીકુમાર વતી ખોટી એફિડેવિટ દાખલ કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ADVERTISEMENT