પ્રેમી સામે જ તેની પ્રેમિકા પર 3 લોકોએ બળાત્કાર કર્યો, ઘરેથી ભાગી જોધપુર ગયા હતા

ADVERTISEMENT

Gangrape in Jodhpur
Gangrape in Jodhpur
social share
google news

જોધપુર : રાજસ્થાનના જોધપુરમાં કિશોરી સાથે ગેંગરેપ કરનારા ત્રણ વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. કિશોરી પોતાના જ તરૂણ પ્રેમી સાથે ઘરેથી ભાગીને જોધપુર આવી હતી. અહીં બંન્નેએ હોટલમાં એક રૂમ બુક કરાવ્યો હતો. હોટલ મેનેજરે યુવતીને ખોટી હરકત કરવાનો પ્રયાસ કર્યો તો બંન્ને ત્યાંથી ભાગી ગયા હતા. રસ્તામાં ત્રણ વિદ્યાર્થીઓ તેમને મળ્યા હતા. તે લોકોએ સ્ટેશન છોડીવાના બહાને યુવકને બંધક બનાવી લીધી અને યુવતી સાથે ગેંગરેપ કર્યો.

મુખ્યમત્રી અશોક ગહલોતના ગૃહ જિલ્લાના જયનારાયણ વ્યાસ યુનિવર્સિટીના જુના કેમ્પસના રમત મેદાન પર રવિવારે સવારે એક કિશોરી સાથે કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ગેંગરેપ કરવાનો કિસ્સો સામે આવ્યો. સીપી ઇસ્ટ અમૃતા દુહને જણાવ્યું કે, અજમેરના બ્યાવરના રહેવાસી કિશોર પ્રેમીયુગલ ઘરેથી ભાગીને જોધપુર આવ્યા હતા. શનિવારે રાત્રે બંન્ને શહેરના પાવટા ખાતે કૃષ્ણા ગેસ્ટહાઉસ પહોંચ્યા હતા.

મેનેજરે કિશોરી સાથે બળજબરી કરી
કિશોર યુગલને જોઇને મેનેજરની દાઢ સવળી હતી. જેથી તેણે ઇરાદાપુર્વક બંન્નેને અલગ અલગ રૂમ આપ્યા હતા. મોડી રાત્રે યુવતીના રૂમમાં પાણીના બહારને ઘુસી જઇને ખોટી હરકત કરવા લાગ્યો હતો. પ્રેમિકાની બુમાબુમ સાંભળીને પ્રેમી કિશોર દોડી આવ્યો હતો. બંન્ને હોટલ છોડીને બહાર નિકળી ગયા હતા.

ADVERTISEMENT

મોડી રાત્રે બંન્ને શહેરમાં ભટકી રહ્યા હતા. ત્યારે રસ્તામાં ત્રણ વિદ્યાર્થીઓ મળ્યા. પાવટા સર્કલ મળેલા ત્રણેય કિશોર પ્રેમી-પ્રેમિકાને મદદ કરવાની વાત કરી અને તેમને ભોજન અપાવ્યું પછી રેલવે સ્ટેશન ઉતારવાની વાત કહી હતી. કિશોર પ્રેમી યુગલ તેમની સાથે જતા હતા.

પ્રેમી સામે પ્રેમિકા પર ગેંગરેપ
સ્ટેશનના રસ્તામાં જયનારાયણ વ્યાસ યુનિવર્સિટીના જુના કેમ્પસ એરિયા જેવી જ આવેલી ત્રણેય વિદ્યાર્થીઓએ પ્રેમી યુગલને પકડી લીધા અને તેમને કેમ્પસમાં રહેલા પ્લેગ્રાઉન્ડ લઇ ગયા. યુવકના ત્રણેયને બંધક બનાી લીધા હતા. તેની સાથે યુવતીએ ગેંગરેપ કર્યો હતો. ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ઘટના રવિવારે સવારે આશરે 4-5 વાગ્યાની છે. સવાર થતાની સાથે જ મોર્નિંગ વોક કરવા આવેલા લોકોએ બંન્નેને જોયા અને પોલીસને માહિતી આપી હતી.

ADVERTISEMENT

પોલીસ કમિશ્નર રવિદત્ત ગૌડ સહિત ઉચ્ચ અધિકારી ઘટના સ્થળ પર પહોંચ્યા. પોલીસ કમિશ્નરે તુરંત જ ટીમ બનાવીને આરોપીઓને દરપકડ કરવાનો આદેશ આપ્યો. સાથે જ પીડિત પ્રેમી જોડાની મદદ કરી. પોલીસે ત્રણેય આરોપી વિદ્યાર્થીઓને ગણેશપુરાની પહાડીથી ધરપકડ કરી લીધી હતી.

ADVERTISEMENT

આરોપીઓની ધરપકડ
ડીસીપીએ જણાવ્યું કે, આરોપી બાડમેર જિલ્લા નિવાસી સમંદરસિંહ, ભટ્ટમ સિંહ અને ઓસિયા નિવાસી ધર્મપાલ સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી ધર્મપાલ સિંહ અજમેરમાં બી.એડનો અભ્યાસ કરે છે. અન્ય બંન્ને આરોપી જયનારાયણ યુનિવર્સિટીના જ વિદ્યાર્થી છે. ત્રણેય એબીવીપીના અધ્યક્ષ પદના દાવેદાર લોકેન્દ્રસિંહના પ્રચાર માટે આવ્યા હતા.

ડીસીપીએ જણાવ્યું કે, જે હોટલમાં પ્રેમી યુગલ રોકાયું તેના મેનેજર સુરેશ જાટની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. તમામ વિરુદ્ધ પોક્સોની કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે કિશોરીનું મેડિકલ કરાવ્યું છે. સમગ્ર ગેંગરેપની તપાસ એડિશનલ પોલીસ અધીક્ષક નિશાંત ભારદ્વાજ કરી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT