Team india ICC Ranking: રોહિત બ્રિગેડ સામે વિશ્વ નતમસ્તક, વિશ્વની નં.1 ટીમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Team india ICC Ranking : વર્ષ 2023 નું વર્ષ ભારતીય ટીમ માટે ખુબ જ સારુ સાબિત થઇ રહ્યું છે. આ વખતે ઘર આંગણે જ વર્લ્ડકપ રમાવાનો છે. ભારતે પહેલા જ શ્રીલંકા અને હવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ જીત પ્રાપ્ત કરી ચુકી છે. તમામ ખેલાડીઓ હાલ ફોર્મમાં છે. મંગળવારે ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ ઇંદોરમાં થયેલી વન ડે મેચમાં જીત પ્રાપ્ત કરતા જ ભારતીય ટીમે એક નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે.

ભારતીય ટીમ વન ડે રેન્કિંગમાં નંબર 1 પહોંચી
ભારતીય ટીમ હવે વન ડે રેન્કિંગમાં નંબર 1 પર આવી ચુકી છે, તે પહેલાથી જ ટી-20 રૈંકિંગમાં નંબર 1 પર છે. રૈંકિંગમાં હવે ભારતીય ટીમનો દબદબો છે અને કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ આગળ વધી રહી છે. નજર સીધી જ વર્લ્ડકપ 2023 પર છે.

ADVERTISEMENT

આઇસીસી વન ડે રૈંકિંગ
1. ભારત 114 રેટિંગ્સ
2. ઇંગ્લેન્ડ 113 રેટિંગ્સ
3. ઓસ્ટ્રેલિયા 112 રેટિંગ્સ
4. ન્યૂઝીલેન્ડ 111 રેટિંગ્સ
5. પાકિસ્તાન 105 રેટિંગ્સ

આઇસીસી ટી-20 રૈંકિંગ
1. ભારત 267 રેટિંગ્સ
2. ઇંગ્લેન્ડ 266 રેટિંગ્સ
3. પાકિસ્તાન 258 રેટિંગ્સ
4. સાઉથ આફ્રિકા 256 રેટિંગ્સ
5. ન્યૂઝીલેન્ડ 252 રેટિંગ્સ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT