TATA નમક થશે મોંઘું, બગડશે રસોડાનું બજેટ

ADVERTISEMENT

TATA Salt will be expensive
TATA Salt will be expensive
social share
google news

નવી દિલ્હી: દેશની જનતાને મોંઘવારીથી ત્રસ્ત દેશની જનતાનો સ્વાદ બગડવાનો છે. તમામ લોકોના ઘરે  નિમક ખોરાકમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દેશને નમક પૂરું પાડવાની બાબતમાં TATA નમકનું નામ  સૌથી મોટું છે. પરંતુ, મોંઘવારી વચ્ચે હવે TATA કંપની નિમકની  કિંમતમાં વધારો કરશે. લોકોને મોંઘવારીનો મોટો ઝટકો આપશે.

CEO એ આપ્યા સંકેત
TATA કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના એમડી અને  CEO સુનિલ ડિસોઝાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન ટાટા નિમકની કિંમતમાં વધારો કરવાનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે, ટાટાના મીઠા પર મોંઘવારીનું દબાણ યથાવત છે. આવી સ્થિતિમાં માર્જિન બચાવવા માટે અમે મીઠાના ભાવ વધારવાની તૈયારી કરી રહ્યા છીએ.

આ કારણે વધી રહ્યા છે ભાવ
ડિસોઝાએ કહ્યું કે નમકની કિંમત બે ઘટકો પર આધારિત છે. તેમાંથી પ્રથમ બ્રિન અને બીજી એનર્જી છે. બ્રિનની કિંમતો હાલમાં યથાવત છ. પરંતુ એનર્જીનો ખર્ચ સતત વધી રહ્યો છે. જેના કારણે મીઠાના માર્જિન પર અસર થઈ રહી છે. આ સૌથી મોટું કારણ છે કે કંપનીએ TATA નમકના ભાવમાં વધારો કરવાની યોજના બનાવી છે.

નિમકના ભાવમાં કેટલો વધારો થશે અને કેટલા સમયમાં થશે તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. અત્યારે બજારમાં TATA નમકનું એક કિલોનું પેકેટ 28 રૂપિયામાં મળે છે. આ ભાવ વધારો લોકોના રસોડાના બજેટને બગાડનાર સાબિત થશે.

ADVERTISEMENT

TATA ના નફામાં થયો વધારો
બુધવારે જ, TATA કન્ઝ્યુમરે પ્રથમ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો વાર્ષિક ધોરણે 38 ટકા વધીને રૂ. 255 કરોડ થયો છે. જોકે, કંપનીના સીઈઓ દ્વારા TATA નમકના ભાવ વધારવાના સંકેતથી ખાદ્યપદાર્થોનો સ્વાદ બગડશે તે નિશ્ચિત છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT