એક અકેલા સબ પે ભારી! TATA ગ્રુપ પાકિસ્તાની અર્થતંત્ર કરતા મોટુ બન્યું

ADVERTISEMENT

ટાટા ગ્રુપની માર્કેટ કેપ પાકિસ્તાનના અર્થતંત્ર કરતા મોટી
tata group Become bigger then Pakistan Economi says report
social share
google news

TATA Group Market Cap : પોતાના પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan Economy) ની સ્થિતિ કોઇથી છુપી નથી. જો કે શું તમને ખબર છે કે, માત્ર ટાટા ગ્રુપ (Tata Group) સમગ્ર પાકિસ્તાનની ઇકોનોમી કરતા મોટુ થઇ ચુક્યું છે. ઇકોનોમિક ટાઇમ્સના (Economic Times) રિપોર્ટ અનુસાર ટાટા ગ્રુપનું માર્કેટ કેપ (Tata Group Market cap) 365 બિલિયન ડોલર અથવા 30.30 લાખ કરોડ રૂપિયા છે. બીજી તરફ IMF ના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની જીડીપી 341 બિલિયન ડોલરની છે. એટલે કે માત્ર ટાટા ગ્રુપ જ પાકિસ્તાનના અર્થતંત્ર કરતા મોટું છે. 

સોનાથી માંડીને સોફ્ટવેર સુધીનો વ્યાપાર કરનારુ ટાટા ગ્રુપ એકથી એક કંપનીઓ છે. આ ઉપરાંત ભારત ઉપરાંત સમગ્ર વિશ્વના લોકો તેને એક વિશ્વાસપાત્ર કંપની માને છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝની વેલ્યુએશન 15 લાખ કરોડ રૂપિયા એટલે કે 170 બિલિયન ડોલર છે. તે ભારતની બીજી સૌથી મોટી કંપની છે. તો બીજી તરફ પાકિસ્તાનની અડધી અર્થવ્યવસ્થા જેટલી મોટી કંપની છે. 

ગત્ત વર્ષથી ટાટા ગ્રુપની આ કંપનીઓ તોડી રહી છે રેકોર્ડ

ગત્ત વર્ષ દરમિયાન ટાટા મોટર્સ અને ટ્રેંટના શેરની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. જેના કારણે ટાટા ગ્રુપની વેલ્યુએશનમાં વધારો થયો છે. ગત્ત વર્ષે 1 દશખ બાદ ટાટા ગ્રુપની કોઇ કંપનીનો આઇપીઓ આવ્યો. જેમાં રોકાણકારો માલામાલ થઇ ગયા. ટાટા ટેક્નોલોજી ઉપરાંત ટીઆરએફ, ટ્રેંટ, બનારસ હોટલ, ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ટાટા મોટર્સ, ઓટોમોબાઇલ કોર્પોરેશન ઓફ ગોવા અને અસ્ટર્ન એન્જિનિયરિંગે રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા. 

ADVERTISEMENT

હાલના સમયે ટાટા ગ્રુપની 25 કંપનીઓ લિસ્ટેડ છે. જો કે તેમાં એક ટાટા કેમિકલનું જ રિટર્ન નેગેટિવ રહ્યું છે. તે પણ માત્ર 5 ટકા જ . જેના પરથી ટાટા ગ્રુપની વિશ્વસનીયકા અને તેના શેરનું પ્રદર્શન માપી શકાય છે. 

આ કંપનીઓ લિસ્ટેડ નથી

ટાટા ગ્રુપની કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ નથી. તેમાં ટાટા સન્સ, ટાટા કેપિટલ, ટાટા પ્લે, ટાટા એડવાન્સ સિસ્ટમ અને એર ઇન્ડિયા તથા વિસ્તારાનો સમાવેશ થાય છે. જો આ કંપનીઓ શેર બજારમાં ડેબ્યું કરે તો ટાટા ગ્રુપની માર્કેટ કેપ 160 થી 170 બિલિયન ડોલર વધી શકે છે. 

ADVERTISEMENT

3 કંપનીના IPO ટુંક જ સમયમાં આવશે

ટાટા કેપિટલનો આઇપીઓ આવતા વર્ષે લોન્ચ થઇ શકે છે. અનલિસ્ટેડ માર્કેટમાં કંપનીની વેલ્યુ 2.7 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. 11 લાખ કરોડ રૂપિયાની માર્કેટ વેલ્યું ધરાવતી કંપની ટાટા સન્સનો આઇપીઓ 2025 સપ્ટેમ્બરમાં આવી શકે છે. ટાટા પ્લેએ પહેલા જ પોતાના IPO માટે સેબીમાં અરજી કરી દીધી છે. જો કે ટાઇમલાઇનના વિષયે કોઇ માહિતી સામે આવી નથી. 

ADVERTISEMENT

ભારતની તુલનાએ પાકિસ્તાનનું અર્થતંત્ર કેટલું પાંગળુ

ભારતની તુલનાએ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા 11 ગણી નાની છે. હાલના સમયમાં દેશના જીડીપી 3.7 બિલિયન ડોલરની છે. એક અંદાજ અનુસાર ભારત નાણાકીય વર્ષ 2028 સુધીમાં જાપાન અને જર્મનીને પછાડીને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. હાલના સમયે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 

બીજી તરફ પાકિસ્તાન હાલ દેવાના ડુંગર તળે દબાયેલું છે. વિશ્વના તમામ દેશો પાસેથી પાકિસ્તાન ઉછી ઉધારા કરી આવેલું છે. પાકિસ્તાન પર હાલ કુલ 125 બિલિયન ડોલરનું દેવું છે. ફોરેન એક્સચેન્જ રિઝર્વ 8 બિલિયન ડોલરનું જ બાકી છે. સરકાર આ વર્ષે પોતાની કુલ આવકના અડધો અડધ રૂપિયા તો માત્ર દેવાનું વ્યાજ ચુકવવા માટે જ ફાળવવા પડશે. 

    follow whatsapp

    ADVERTISEMENT