યુ-ટ્યુબમાં વીડિયો જોઈને પતિ ઘરે પત્નીની ડિલિવરી કરાવી રહ્યો હતો, મહિલાનું થયું મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Chennai: તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાનું પ્રસૂતિ દરમિયાન મોત થયું છે. આરોપ છે કે યુટ્યુબ પર ટેકનિક જોઈને પતિ પત્નીની નેચરલ ડિલિવરી કરાવી રહ્યો હતો. આ દરમિયાન મહિલાને ખૂબ લોહી વહી ગયું અને તેણે જીવ ગુમાવ્યો. ઘટના 22 ઓગસ્ટની છે.

બાળકની નાળ યોગ્ય રીતે ન કાપતા રક્તસ્ત્રાવ થયો

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર રથિકાએ જણાવ્યું કે, પોચમપલ્લી નજીક પુલિયામપટ્ટીની રહેવાસી લોગનાયકી (27 વર્ષ) નામની મહિલાનું મૃત્યુ થયું છે. આ મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, લોગાનાયકીના પતિ મધેશે પ્રસૂતિની પીડા શરૂ થતાં ઘરે નેચરલ ડિલિવરી કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ બાળકને જન્મ આપતાની સાથે જ, નાળને કથિત રીતે યોગ્ય રીતે કાપવામાં આવી ન હતી, જેના કારણે અતિશય રક્તસ્રાવ થયો અને લોગાનાયકી બેભાન થઈ ગઈ.

ઉતાવળમાં, લોગાનાયકીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી. પોલીસે CrPC કલમ 174 (અકુદરતી મૃત્યુ) હેઠળ એફઆઈઆર નોંધી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં યુટ્યુબ જોઈને ડિલિવરી કરાવવાની વાત સામે આવી છે. જો કે તપાસ પૂર્ણ થયા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. જાણકારોનું કહેવું છે કે જો પોલીસને તપાસમાં પુરાવા મળશે તો આરોપી પતિની ધરપકડ થઈ શકે છે.

ADVERTISEMENT

પતિએ યુટ્યુબ જોઈને ડિલિવરી વિશે માહિતી એકઠી કરી

એવું કહેવાય છે કે પતિએ યુટ્યુબ પર હોમ ડિલિવરી વિશે માહિતી એકત્રિત કરી હતી. જો કે, અધૂરી માહિતીને કારણે, ડિલિવરી સફળ થઈ ન હતી અને લોગાનાયકીને વધુ પ્રમાણમાં રક્તસ્ત્રાવ થવા લાગ્યો હતો. પોલીસે કેસ નોંધ્યો જ્યારે એક હેલ્થ વર્કરે જાણ કરી અને કહ્યું કે હોમ ડિલિવરીથી મહિલાનું મૃત્યુ થયું છે.

    follow whatsapp

    ADVERTISEMENT