Ram Mandir: તમિલનાડુમાં 22 જાન્યુઆરીએ ‘રામ પૂજા’ પર પ્રતિબંધ! નિર્મલા સીતારમણનો સ્ટાલિન સરકાર પર મોટો આરોપ
Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ આ મુદ્દે રાજકારણ પણ તેજ બન્યું છે. જ્યારે…
ADVERTISEMENT
Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ આ મુદ્દે રાજકારણ પણ તેજ બન્યું છે. જ્યારે વિપક્ષે આ સમારોહથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે, ત્યારે શાસક પક્ષ એટલે કે ભાજપ સતત વિરોધ પક્ષો પર પ્રહારો કરી રહ્યું છે. હવે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે તમિલનાડુ સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. સીતારમણે કહ્યું છે ,કે તમિલનાડુ સરકારે રામ મંદિર ઉદ્ઘાટન સમારોહના લાઇવ પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે.
નિર્મલા સીતારમણે શું કહ્યું?
નાણા મંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, ‘તામિલનાડુ સરકારે 22 જાન્યુઆરીએ રામ મંદિર સંબંધિત કાર્યક્રમોનું લાઈવ ટેલિકાસ્ટ જોવા પર પ્રતિબંધ મૂક્યો છે. તમિલનાડુમાં શ્રી રામના 200 થી વધુ મંદિરો છે. તમિલનાડુ સરકારના હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગ (HR&CE) દ્વારા સંચાલિત મંદિરોમાં શ્રી રામના નામ પર કોઈ પૂજા/ભજન/પ્રસાદમ/અન્નદાનમની મંજૂરી નથી. પોલીસ ખાનગી રીતે ચાલતા મંદિરોને પણ કાર્યક્રમોનું આયોજન કરતા અટકાવી રહી છે. તેઓ આયોજકોને ધમકી આપી રહ્યા છે કે, તેઓ પંડાલ તોડી પાડશે. હું આ હિંદુ વિરોધી, દ્વેષપૂર્ણ કૃત્યની સખત નિંદા કરું છું.
तमिलनाडु के कई हिस्सों में दिल दहला देने वाला और विचित्र दृश्य देखने को मिल रहा है।
लोगों को भजन आयोजित करने, गरीबों को खाना खिलाने, मिठाइयां बाटने, ख़ुशी मनाने से रोका जा रहा है और धमकाया जा रहा है, जबकि वह सब माननीय प्रधानमंत्री @narendramodi को #Ayodhya में भगवान राम की…
— Nirmala Sitharaman (@nsitharaman) January 21, 2024
ADVERTISEMENT
તેમણે આગળ કહ્યું, ‘તમિલનાડુના ઘણા ભાગોમાં હૃદયદ્રાવક અને વિચિત્ર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકોને ભજન આયોજિત કરવા, ગરીબોને ભોજન કરાવવા, મીઠાઈઓ વહેંચવા, ઉજવણી કરવાથી અટકાવવામાં આવે છે અને ધમકીઓ આપવામાં આવે છે, જ્યારે તેઓ બધા માનનીય વડાપ્રધાન મોદીને અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરતા જોવા માંગે છે. કેબલ ટીવી ઓપરેટરોને કહેવામાં આવ્યું છે કે, લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન પાવર કટ થવાની સંભાવના છે. I.N.D.I ગઠબંધનના મુખ્ય ભાગીદાર DMKનું આ હિંદુ વિરોધી પગલું છે.
DMK ચિંતિત છે- નિર્મલા સીતારમણ
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, તમિલનાડુ સરકાર લાઇવ ટેલિકાસ્ટ પ્રતિબંધને યોગ્ય ઠેરવવા કાયદો અને વ્યવસ્થા બગડવાનો દાવો કરી રહી છે. આ એક ખોટી અને બનાવટી વાર્તા છે. અયોધ્યા ચુકાદાના દિવસે કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા નહોતી. જ્યારે વડાપ્રધાન મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો ત્યારે પણ આ સમસ્યા ન હતી. તમિલનાડુમાં ભગવાન શ્રી રામના અભિષેક ઉત્સવની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહનો પ્રવાહ હિંદુ વિરોધી ડીએમકે સરકારને ભારે પરેશાન કરી રહ્યો છે.
ADVERTISEMENT
મંત્રીએ ના પાડી
HR&CE મંત્રી શેખર બાબુએ નાણામંત્રીના નિવેદનનું ખંડન કર્યું છે. તેમણે લખ્યું, ‘ડીએમકેની યુથ વિંગ કોન્ફરન્સમાંથી ધ્યાન હટાવવા માટે આ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. HR&CE એ તમિલનાડુના કોઈપણ મંદિરમાં પૂજા કરવા અથવા રામ માટે અન્નધનમ અર્પણ કરવા પર કોઈ પ્રતિબંધ લાદ્યો નથી. દુર્ભાગ્યપૂર્ણ છે કે નિર્મલા સીતારમણ જેવા લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે જે સત્યની વિરુદ્ધ છે.’
ADVERTISEMENT
ADVERTISEMENT