જેની ‘તમન્ના’ દરેક સુપર સ્ટારને છે તે આ અભિનેતાને જાહેરમાં ચાલુ કર્યો રોમાન્સ
નવી દિલ્હી : અભિનેત્રી તમન્ના ભાટિયા અને વિજય વર્માના લિંકઅપના સમાચાર હાલમાં ખુબ જ ચર્ચાનો વિષય બનેલા છે. ઘણા દિવસોથી ચર્ચામાં છે. એક ઇવેન્ટમાં તમન્નાએ…
ADVERTISEMENT
નવી દિલ્હી : અભિનેત્રી તમન્ના ભાટિયા અને વિજય વર્માના લિંકઅપના સમાચાર હાલમાં ખુબ જ ચર્ચાનો વિષય બનેલા છે. ઘણા દિવસોથી ચર્ચામાં છે. એક ઇવેન્ટમાં તમન્નાએ કબુલાત કરી કે, તેની અને વિજય વચ્ચે મિત્રતા કરતા ઘણુ વધારે છે. તમન્નાએ સ્વિકાર કર્યો કે, વિજય સાથે મારો ગાઢ સંબંધ છે. હું તેમની સંભાળ રાખુ છું, જ્યારે તે મારી આસપાસ હોય ત્યારે મને ખુબ જ સારુ ફિલ થાય છે.
ભારત જેવા દેશમાં સ્ત્રીઓને પોતાના જીવનસાથી સાથે રહેવા માટે અનેક પ્રકારના ફેરફાર કરવાની જરૂર પડે છે. જો કે મારા કિસ્સામાં એવું નથી. અમે બંન્ને હળીમળીને રહીએ છીએ. તે મને અને મારી વાતો અને વર્તનને ખુબ જ સારી રીતે સમજે છે. તમન્નાએ કમ્પેનિયનને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, મને નથી લાગતું કે કોઇ વ્યક્તિ તેના કો સ્ટાર હોવાના કારણે તેની તરફ આકર્ષાય છે. મે મારી કારકિર્દીમાં અનેક લોકો સાથે કામ કર્યું છે. અનેક મોટા મોટા સુપર સ્ટાર સાથે પણ કામ કર્યું છે. આ એક અંગત લાગણી છે. અમારી વચ્ચે જે કાંઇ પણ થયું તે તેનું પરિણામ નથી.
તમન્નાએ કહ્યું કે, તે અને વિજય નજીક આવ્યા તે સહ કલાકાર તરીકે નજીક નથી આવ્યા. અહીં તેમને લાગણીઓ અને સમજણ વિશે વાત કરે છે. અત્રે નોંધનીય છે કે, વિજય અને તમન્નાની મુલાકાત વેબ સિરીઝ લસ્ટ સ્ટોરી 2 ના શૂટિંગ દરમિયાન થઇ હતી. ત્યાર બાદ બંન્ને વચ્ચે ખુબ જ નજીકના સંબંધો સતત વધવા લાગ્યા હતા. તમન્નાએ કહ્યું કે, લસ્ટ સ્ટોરી દરમિયાન અમે નજીક આવ્યા તે બાબ સાચી છે. જો કે અમારા સંબંધો નેચરલ છે. હું તેમની હાજરીથી સુરક્ષિત અનુભવુ છું. જે મહિલાએ પોતાના જીવનમાં ઘણુ પ્રાપ્ત કર્યું છે તેની સાથે કેવી રીતે રહેવું તે અંગે તે સારી રીતે જાણે છે. એક સફળ વ્યક્તિના જીવન અને તેની દુનિયાને તે સારી રીતે સમજે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT