રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના એ 48 કલાક… જાણો કઈ ઘટનાઓએ તેમના શ્વાસ અધ્ધર કરાવી દીધા હશે!

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં મોટી જાહેરાત કરવાના હેતુથી તથા ચૂંટણીનું રણશિંગુ ફૂંકવા માટે રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસ પર આવ્યા હતા. જોકે તેમના પ્રવાસની પહેલા તથા દરમિયાન એવી એવી ઘટનાઓ બની જેને રાજકારણ ગરમાવ્યું હતું. આમાં ભરતસિંહ સોલંકીના પત્નીના નિવેદનો હોય કે પછી કોંગ્રેસના નેતાઓના રાજીનામાં.. આ તમામ ઘટનાઓએ રાજકારણમાં હોબાળો મચાવી દીધો હતો. એકબાજુ કોંગ્રેસ આ ચૂંટણી પ્રચારમાં હવે કમરકસીને મહેનત કરતી નજરે પડી રહી છે. તો બીજી બાજુ રાહુલ ગાંધીએ વિવિધ ગેરન્ટીઓ આપીને ગુજરાતની જનતાને રિઝવવાનો પ્રયાસ કર્યો છે. ચલો એ 48 કલાક પર નજર કરીએ જેમાં કોંગ્રેસના રાહુલ ગાંધીનો પ્રવાસ સૌથી વધુ ચર્ચિત રહ્યો….

રાહુલ ગાંધીને ભરતસિંહ સોલંકીના પત્નીનો વીડિયો સંદેશ
રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસ પર આવતા હતા એની પહેલા ભરતસિંહ સોલંકીના પત્નીએ એક વીડિયો સંદેશ તેમને પાઠવ્યો હતો. આ દરમિયાન રેશ્મા સોલંકીએ ભરતસિંહ પર આકરા પ્રહારો કર્યા હતા. તથા કોંગ્રેસ પાર્ટીને ભરતસિંહ પર કોઈ કડક વલણ કેમ નથી કર્યું એની વાત પણ કરી હતી. આ દરમિયાન રેશ્મા સોલંકીએ ભરતસિંહ પર આકરી ટિપ્પણીઓ કરી હતી. તેમના લગ્નના સંબંધોથી લઈ કોંગ્રેસ પાર્ટીની અંદર મહિલાઓ ભરતસિંહના હેઠળ સુરક્ષિત ન અનુભવી રહી હોવાની વાત પણ જણાવી હતી.

ADVERTISEMENT

જે પરિવાર ન સંભાળી શક્યા એ કોંગ્રેસ શું સંભાળશે- રેશ્મા સોલંકી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા એવા ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્માએ રાહુલ ગાંધીને સંબોધીને એક વીડિયો વાઈરલ કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે ભરત સિંહ પોતાનો પરિવાર સંભાળી નથી શક્યા એ આખા કોંગ્રેસ પરિવારને કેવી રીતે સંભાળશે? એટલું જ નહીં રેશ્મા સોલંકીએ વધુમાં જણાવ્યું કે ગુજરાત કોંગ્રેસમાં ઘણી મહિલા કાર્યકર્તાઓ અસુરક્ષિત છે અને તેમના દ્વારા પીડિત છે. રેશ્મા સોલંકીએ વધુમાં જણાવ્યું કે તેમના સસરા માધવસિંહ સોલંકીના અવસાન પછી ભરતસિંહ ‘બે-લગામ’ થઈ ગયા છે.

ADVERTISEMENT

રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ અને કોંગ્રેસમાં ભંગાણ!
5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવ્યા છે. એની પહેલા 4 સપ્ટેમ્બરે યૂથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ સિંહે રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ખાસ કરીને અત્યારે ગુજરાત પ્રવાસ પર આવ્યા હતા. તેઓ આ વિધાનસભા ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરવાના હતા એની પહેલા જ દિગ્ગજ નેતાઓએ આંતરિક અસંતોષના કારણે પાર્ટીનો સાથ છોડી દીધો હતો. વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલા જૂથવાથનો મુદ્દો ઉઠાવ્યો હતો. આની સાથે કોંગ્રેસના નેતા વિનયસિંહ તોમારે પણ રાજીનામું આપી દેતા ચકચાર મચી જવા પામી હતી.

ADVERTISEMENT

bharuch Congress

400 કોંગ્રેસના હોદ્દેદારો ભાજપમાં જોડાયા
ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં પ્રદેશકક્ષાએથી હોદ્દેદારોમાં ભારે નારાજગી અને અણગમો જોવા મળી રહ્યો છે. જેને લઈ જિલ્લા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો ટપોટપ નારાજગીનામાં ધરી કોંગ્રેસ પક્ષમાંથી છેડો ફાડી નાખ્યા હતા. તાજેતરમાં જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરથી નારાજ થઈ ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, પ્રદેશ કોંગ્રેસ યુવા હોદ્દેદાર નિકુલ મિસ્ત્રી, વાગરા અને શહેર તેમજ તાલુકાના 7 હોદેદારોએ રાજીનામાં આપી દીધા હતા. એટલું જ નહીં આની સાથે રવિવારની વાત કરીએ તો કોંગ્રેસના 400 જેટલા હોદ્દેદારોએ ભાજપનો ખેસ ધારણ કરી દીધો છે.

    follow whatsapp

    ADVERTISEMENT