‘તારક મહેતા…’માં આખરે થશે નવા ‘દયાબેન’ની એન્ટ્રી! આ ગ્લેમરસ એક્ટ્રેસ લેશે દિશા વાકાણીની જગ્યા
મુંબઈ: ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Oolta Chashmah)ને નવી દયાબેન મળી ગઈ છે. પહેલા શોમાં દયાબેનનું પાત્ર દિશા વાકાણી (Disha…
ADVERTISEMENT
મુંબઈ: ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Oolta Chashmah)ને નવી દયાબેન મળી ગઈ છે. પહેલા શોમાં દયાબેનનું પાત્ર દિશા વાકાણી (Disha Vakani) ભજવી રહી હતી. જોકે ઘણા દિવસોથી અટકળો લગાવાઈ રહી હતી કે શોમાં દિશા એન્ટ્રી લેવાની છે. પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, દિશા વાકાણી શોમાં કમબેક નથી કરી રહી. પરંતુ તેની જગ્યાએ ‘તારક મહેતા’માં દયાબેનના રોલ માટે એક નવી એક્ટ્રેસને લેવામાં આવી છે.
આખરે મળી ગયા નવા દયાબેન!
‘તારક મહેતા…’ ટેલિવિઝનની સૌથી લોકપ્રિય સીરિયરમાંથી એક છે. શોના દરેક પાત્રો દરેક ઘરોમાં ખાસ ઓળખ બનાવી ચૂક્યા છે. દયાબેનનું પાત્ર પણ તેમાંથી એક છે. ત્યારે હવે નવા દયાબેનના પાત્રમાં એક્ટ્રેસ કાજલ પિસલ (Kajal Pisal) એન્ટ્રી લેવા જઈ રહી છે. રિપોર્ટ્સ મુજબ, દયાબેનના પાત્ર માટે કાજલ પિસલને ફાઈનલ કરી લેવામાં આવી છે.
કાજલ પિસલ પહેલા પણ ઘણી એક્ટ્રેસીસના નામ સામે આવ્યા હતા. પરંતુ હજુ સુધી કોઈના નામ પર મહોર લાગી નહોતી. ત્યારે હવે ચર્ચા થઈ રહી છે કે કાજલ પિસલ ‘તારક મહેતા…’માં દયાબેનનું પાત્ર ભજવતી દેખાશે. જોકે હજુ સુધી એક્ટ્રેસની તેના પર કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. પ્રોડક્શન હાઉસ તરફથી પણ કાજલ પિસલના નામ પર કંઈ કહેવાયું નથી.
ADVERTISEMENT
કાજલ પિસલ ટેલિવિઝનની જાણીતી એક્ટ્રેસ
કાજલ પિસલ ટેલિવિઝનની જાણીતી એક્ટ્રેસ છે. કાજલ બડે અચ્છે લગતે હૈ, નાગિન-5 અને સાથ નિભાયા સાથિયા જેવી સીરિયલમાં કામ કરી ચૂકી છે. છેલ્લીવાર કાજલ પિસલ ‘સિર્ફ તુમ’ સીરિયલમાં જોવા મળી હતી. થોડા દિવસ પહેલા જ શોના પ્રોડ્યુસર અસિત મોદીએ કહ્યું હતું કે, તારક મહેતા શો ચાલું રહેશે. નવા લોકો આવશે તો પણ અમને ખુશી થશે અને જૂના લોકો આવશે તો પણ અમે ખુશ છીએ.
કહેવાઈ રહ્યું છે કે, કાજલ આગામી મહિનાથી સીરિયલ માટે શૂટિંગ શરૂ કરી શકે છે. દિશા વાકાણીએ પોતાની એક્ટિંગથી દયાબેનના પાત્રને ઘર ઘરમાં જાણીતું કરી દીધું છે. હવે જોવાનું રસપ્રદ રહેશે કે કાજલ પિસલ દર્શકોની આશાઓ પર કેટલી ખરી ઉતરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT