T20 વર્લ્ડ કપ સ્ક્વોડ જાહેર, ગુજરાતી ક્રિકેટર્સનો દબદબો જોવા મળ્યો; હર્ષલ-બુમરાહની જોડી હિટ રહેશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ T20 વર્લ્ડ કપ 2022 માટે BCCIએ ભારતીય ટીમના ખેલાડીઓની યાદી બહાર પાડી દીધી છે. જોકે આ દરમિયાન ઈન્જરીના કારણે રવિન્દ્ર જાડેજા ઈન્જરીના કારણે પસંદ થઈ શક્યો નથી. તો બીજી બાજુ ટીમના સ્ટ્રાઈક બોલર જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલને 15 ખેલાડીઓની યાદીમાં સ્થાન મળી ગયું છે. નોંધનીય છે કે આ દરમિયાન મોહમ્મદ શમીને સ્ટેન્ડ બાય બોલર તરીકે જોડવામાં આવ્યો છે. આ દરમિયાન જોવા જેવું એ રહ્યું છે કે ટોપ-15 પસંદ થયેલા ખેલાડીઓની યાદીમાં ગુજરાતી કનેક્શન ધરાવતા મેચ વિનર્સનો દબદબો જોવા મળ્યો છે. ચલો સમગ્ર ટીમ પર નજર કરીએ…

  • T20 વર્લ્ડ કપ સ્ક્વોડ- રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ.રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિપક હુડા, રિષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદિપ સિંહ
  • સ્ટેન્ડબાય પ્લેયર્સઃ મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દિપક ચાહર

વર્લ્ડ કપ સ્ક્વોડમાં 4 ગુજરાતી ખેલાડીઓ…
આમ જોવા જઈએ તો વર્લ્ડ કપ સ્ક્વોડમાં ગુજરાતી ખેલાડીનો પંચ… વિરોધી ટીમને વાગી શકે એમ હતો. પરંતુ રવિન્દ્ર જાડેજા ઈન્જરીના કારણે ટીમમાં પસંદ થઈ શક્યો નથી. તેવામાં હવે BCCIએ જે T20 વર્લ્ડ કપ સ્ક્વોડ બહાર પાડી છે એમાં ગુજરાત કનેક્શન ધરાવતા 4 ખેલાડીઓની પસંદગી કરી છે. અહીં હાર્દિક પંડ્યા, હર્ષલ પટેલ, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહની એન્ટ્રી થઈ ગઈ છે.

ADVERTISEMENT

આ ચારેય ખેલાડીઓ ટીમમાં પોતાના આગવા પ્રદર્શનથી મેચ પલટી શકવા માટે સક્ષમ છે. તો બીજી બાજુ વર્લ્ડ કપ સ્ક્વોડમાં પસંદ થયા પછી હવે ઓસ્ટ્રેલિયા અને દ.આફ્રિકા સામેની T20 સિરીઝ ખેલાડીઓ માટે ગેમ ચેન્જર રહેશે.

આ ગુજરાતી ખેલાડીઓનું વર્લ્ડ કપની પ્લેઇંગ-11માં સ્થાન લગભગ નક્કી
ટોપ-15 ખેલાડીઓમાં પસંદ થયેલા 4 ગુજરાતીઓનું રમવુ લગભગ નક્કી છે. યાદી પર નજર કરીએ તો… હાર્દિક પંડ્યા ટીમમાં ઓલરાઉન્ડર તરીકે પસંદ થવો લગભગ નક્કી જ છે. તેણે જેવી રીતે IPLમાં ગુજરાતને ટાઈટલ જિતાડ્યું છે એને જોતા હાર્દિકની એન્ટ્રી નક્કી જ છે. વળી ઈન્ટરનેશનલ મેચમાં પણ તેનું પ્રદર્શન સારુ રહ્યું છે. હવે હાર્દિક 4 ઓવર બોલિંગ કરવાની સાથે ટીમને ફિનિશરની ભૂમિકા પૂરી પાડતો ખેલાડી પણ બની ગયો છે. જેથી હવે પ્લેઇંગ-11માં પણ તેની એન્ટ્રી લગભગ નક્કી છે.

ADVERTISEMENT

હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહની જોડી વિકેટ ટેકર સમાન રહેશે. હર્ષલ પોતાની ગતિમાં મિશ્રણ કરીને બેટરને આઉટ કરી દેતો હોય છે. જ્યારે બુમરાહના યોર્કર્સ અંતિમ ઓવર્સમાં ભલભલા દિગ્ગજ ખેલાડીના સ્ટમ્પ્સ ઉખાડી ફેંકવા સક્ષમ છે. જેથી કરીને ટીમ મેનેજમેન્ટ આ બંને બોલરની જોડીને વર્લ્ડ કપની પ્લેઇંગ-11મા પસંદ કરી શકશે.

ADVERTISEMENT

અક્ષપ પટેલની વાત કરીએ તો એ બોલિંગ અને બેટિંગ બંનેમાં પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. મિડલ ઓવર્સમાં કંજૂસીથી રન આપવાની વાત હોય કે પછી પોતાની બેટિંગ દરમિયાન સ્ટ્રાઈક રોટેટ કરીને સ્કોરબોર્ડ ચલાવવાની…આ બંને કામ અક્ષર પટેલ સારી રીતે કરી શકે છે. આની સાથે તે અંતિમ ઓવરમાં જો બેટિંગ કરવા ઉતર્યો તો હાર્ડ હિટર તરીકે પણ ભૂમિકા ભજવી શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT