અખિલેશ યાદવને પણ નથી ગાંઠતા સ્વામી પ્રસાદ મૌર્ય!, ચેતવણી આપવા છતાં આપ્યું વિવાદિત નિવેદન

ADVERTISEMENT

gujarattak
social share
google news

Swami Prasad maurya Comment on Hindu: સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે, ‘હિન્દુ ધર્મ કોઈ ધર્મ નહીં પણ એક દગો છે’. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોને ટાંકીને કહ્યું કે પીએમ મોદી પણ કહી ચૂક્યા છે કે હિન્દુ નામનો કોઈ ધર્મ નથી. સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, જ્યારે પીએમ મોદી આવું કહે છે ત્યારે કોઈની લાગણી દુભાતી નથી, પરંતુ જ્યારે હું આવું કહું છું ત્યારે ભાવનાઓને ઠેસ પહોંચે છે.

ચેતવણી આપવા છતાં આપ્યું વિવાદિત નિવેદન

તમને જણાવી દઈએ કે, આવા નિવેદનો બાદ સમાજવાદી પાર્ટી ભાજપના નિશાના પર આવી જાય છે. સપાના પ્રમુખ અખિલેશ યાદવ પાર્ટીને હિન્દુ વિરોધી છબીમાંથી બહાર કાઢવા માંગે છે. કારણ કે ચૂંટણીમાં હવે યાદવ અને મુસ્લિમ સમીકરણની ફોર્મ્યુલા કામ નથી કરી રહી. આવી સ્થિતિમાં સ્વામી પ્રસાદ મૌર્યના આ નિવેદનના એક દિવસ પહેલા જ તેમણે (અખિલેશ યાદવ) ચેતવણી પણ આપી હતી, પરંતુ સ્વામી પ્રસાદ મૌર્યએ સમાજવાદી પાર્ટીના પ્રમુખના આદેશોને અવગણીને ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

ADVERTISEMENT

… ત્યારે કોઈની લાગણી નથી દુભાતીઃ મૌર્ય

સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, 1995માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હિન્દુ કોઈ ધર્મ નથી, પરંતુ જીવન જીવવાની શૈલી છે. તેમણે કહ્યું કે, RSSના વડા મોહન ભાગવત પણ કહી ચૂક્યા છે કે હિન્દુ કોઈ ધર્મ નથી પરંતુ જીવન જીવવાની રીત છે. મોર્યએ વધુમાં કહ્યું કે પીએમ મોદી પણ હિન્દુ ધર્મને ધર્મ તરીકે સ્વીકારવાનો ઈનકાર કરી ચૂક્યા છે. 2 મહિના પહેલા નીતિન ગડકરીજીએ પણ આ જ નિવેદન આપ્યું હતું. ત્યારે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી નથી.

‘આ ઘટનાક્રમ મારી સમજની બહાર છે’

સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, જેને આપણે હિન્દુ ધર્મ કહીએ છીએ, જેના દ્વારા કેટલાક લોકો ધંધો કરે છે. આવી સ્થિતિમાં એ લોકો જ્યારે કંઈક બોલે છે ત્યારે કોઈની લાગણી દુભાતી નથી, પરંતુ સ્વામી પ્રસાદ કંઈક બોલે તો ભાવનાઓને ઠેસ પહોંચે છે. આ ઘટનાક્રમ મારી સમજની બહાર છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT