ટેસ્ટ ડ્રાઈવ લેવા આવેલા ગ્રાહકે 11 લાખની SUV જુઓ કેવા હાલ કર્યા, શોરૂમે આટલા લાખનું બિલ પકડાવ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

મેરઠ: જો તમે જે વાહન ખરીદવા માંગતા હોય અને તેની ટેસ્ટ રાઈડ માટે બહાર જઈ રહ્યા હોવ તો સાવધાન રહેજો. તમારે સાવચેત રહેવાની અને સુરક્ષિત રીતે વાહન ચલાવવું જરૂરી છે. ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં એક વ્યક્તિને ટેસ્ટિંગ કાર ચલાવતી વખતે દાખવેલી બેદરકારીનો કડવો અનુભવ થયો હતો.

ટેસ્ટ ડ્રાઈવ માટે કાર લઈને ગયો હતો ગ્રાહક
થોડા દિવસો પહેલા, મારુતિ સુઝુકીએ તેની નવી ગ્રાન્ડ વિટારા એસયુવીને ફરીથી લૉન્ચ કરી છે અને ઘણા લોકો ખરીદતા પહેલા કારની ટેસ્ટ ડ્રાઇવ કરવા ઇચ્છતા હોય છે. ત્યારે એસયુવીને ટેસ્ટ ડ્રાઈવ માટે બહાર લઈ ગયેલી મેરઠના વ્યક્તિ હાઈસ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો ત્યારે તેને અકસ્માત નડ્યો હતો. સદનસીબે, અકસ્માત બાદ ડ્રાઈવર અને ડીલરશીપ એજન્ટ બંને સુરક્ષિત છે. જો કે, આગળની બાજુથી વાહનને ભારે નુકસાન થયું છે.

શોરૂમે કેટલાનું બિલ આપ્યું?
ટાઈમ્સ નાઉના રિપોર્ટ્સ મુજબ હવે, શોરૂમ ડીલરે વાહનના નુકસાનની ભરપાઈ માટે રૂ. 1.40 લાખનું બિલ આ ગ્રાહકને પકડાવી દીધું છે. ડીલરશીપ એજન્ટે જણાવ્યું હતું કે, ડ્રાઈવર બેદરકારીપૂર્વક ઝડપથી કાર હંકારી રહ્યો હતો અને વાહનમાં રહેલી લેટેસ્ટ સેફ્ટી સુવિધાઓ અજમાવી રહ્યો હતો.

ADVERTISEMENT

હાઈ સ્પીડ ડ્રાઈવ દરમિયાન, એક મીની-ટ્રક આગળની બાજુથી આવી અને બંને વાહનો અથડાઈ ગયા. સામાન્ય રીતે, ડીલરશીપ કારના નાના-નાના ડેન્ટ્સ માટે ચૂકવણી કરે છે પરંતુ આ કિસ્સામાં, વ્યક્તિને ભારે બિલ આપવામાં આવ્યું હતું. દરમિયાન, લોકોએ વ્યક્તિ પાસેથી મોટી રકમ વસૂલવા બદલ શોરૂમની ટીકા કરી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT