બાગેશ્વરધામ દરબારમાં અરજી લગાવવા ગયેલી મહિલાનું શંકાસ્પદ મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

છતરપુર : પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના પન્ના રોડ ખાતે આવેલા બાગેશ્વર ધામમાં એક મહિલાનું મોત થતા હડકંપ મચી ગયો હતો. કિડનીની સમસ્યાથી પીડિત મહિલા બુધવારે પોતાના પતિ સાથે અરજી લગાવવા માટે પહોંચી હતી. મંડપમાં લાઇનમાં ઉભા ઉભા જ અચાનક તે પડી ગઇ હતી અને ત્યાં જ તેનું મોત થયું હતું.

મહિલા કિડની અંગેની બિમારીથી પીડિત હતી
33 વર્ષથી મહિલા નીલુ ઉર્ફે નિલમ પોતાના પતિ દેવેન્દ્રસિંહ સાથે ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના મહારાજપુરથી આવી હતી. પતિ દેવેન્દ્રસિંહે જણાવ્યું કે, તેની પત્ની લાંબા સમયથી બિમાર હતી. જેનાથી છુટકારો મેળવવા માટે બાગેશ્વરધામ પહોંચી હતી. સવારે નાસ્તો કર્યો ત્યાર બાદ મંડપમાં અરજી લગાવવા માટે લાઇનમાં ઉભી રહી હતી. ત્યારે અચાનક જ બેહોશ થઇ ગઇ હતી. ત્યાર બાદ તેનું મોત નિપજ્યું હતું. હાલ તો તેનો પરિવાર પોતાના ગૃહગ્રામ શબ લઇને રવાના થયો છે.

એક અઠવાડીયાથી રોજ બાગેશ્વરધામની પરિક્રમા કરતી હતી
દેવેન્દ્રએ જણાવ્યું કે, એક અઠવાડીયાથી રોજ તે બાગેશ્વર ધામની પરિક્રમા કરતી હતી. પત્ની સારુ ભોજન પણ લેતી હતી. બુધવારે પણ પરિક્રમા કરી હતી. દરબાર લાગવાનો હતો. હું પણ પત્ની સાથે પહોંચ્યો. સવાર સુધી તો સાજી સારી હતી. તેને દરબારમાં બેસાડીને બહાર આવ્યો હતો. હું પરિક્રમા લગાવીને અંદર ગયો તો જોયું કે પત્નીની તબિયત નાજુક લાગી રહી હતી. એવું ઘણીવાર થઇ જતું હતું. પહેલા પણ એવું ઘણીવાર થઇ ચુક્યું છે.

ADVERTISEMENT

દેવેન્દ્રની પત્નીને બાગેશ્વરની ભભુતીથી તબીયત સારી હતી
દેવેન્દ્રસિંહે કહ્યું કે, પત્નીને બાગેશ્વર ધામમાંથી મળેલી ભભુતી આપી જ રહ્યો હતો ત્યારે પોલીસજવાનો અચાનક આવ્યા અને કહ્યું કે, મહિલાને અહીંથી લઇ જાઓ. ગાડીમાં નાખીને બે કલાક સુધી ખેતરમાં જ રહ્યો, પછી હોસ્પિટલ પહોંચ્યો ત્યાં ડોક્ટર તેને મૃત જાહેર કરી હતી. એમ્બ્યુલન્સ વાળા પણ જતા રહ્યા. કહ્યું તમે ઇચ્છો ત્યાં શબ લઇ જાઓ. છેલ્લા 8 મહિનાથી સાજીસારી હતી. સંન્યાસી બાબા તેને સાજી સારી રાખતા હતા. ડોક્ટર્સ પણ આશ્ચર્યચકિત હતા કે તે સાજી કઇ રીતે રહે છે. આ અંગે પોલીસે કહ્યું કે, હાલ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.

    follow whatsapp

    ADVERTISEMENT