રાયગઢમાં મળી આવેલ શંકાસ્પદ બોટ સિક્યોરીટી કંપનીની? જાણો શું કહ્યું ફડણવીસે

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાયગઢમાં હથિયારોથી ભરેલી બોટ મળી આવી છે. બોટમાંથી ત્રણ ak-47, ગોળીઓ સહિત કેટલાક વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. તેને આતંકવાદી ષડયંત્ર સાથે જોડવામાં આવી રહ્યું છે. હાલ એટીએસ દરેક એંગલથી મામલાની તપાસ કરી રહી છે. આ દરમિયાન રાયગઢમાં જ બીજી બોટ મળી આવી છે, જેની પણ તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ બોટ કોની છે તે અંગે જુદા-જુદા દાવા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુયખીમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સ કરીને કેટલીક બાબતો જણાવી છે. તેમણે કહ્યું કે, આ બોટ ઓસ્ટ્રેલિયાની એક મહિલાની છે અને ક્ષતિગ્રસ્ત થયા બાદ તે ભારતના કિનારે આવી પહોંચી છે. ડેપ્યુટી સીએમએ કહ્યું કે હાલમાં કોઈ આતંકવાદી એંગલની કોઈ પુષ્ટિ થઈ નથી.

ફડણવીસનું નિવેદન
આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, માછીમારોને 16 મીટર લાંબી એક લાવારસ બોટ મળી આવી હતી. તેણે આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. તેમણે જણાવ્યું કે રાયગઢમાંથી મળેલી શંકાસ્પદ બોટમાંથી 3 એકે 47 રાઈફલ અને ગનપાઉડર મળી આવ્યા છે. તેમને વોટરપ્રૂફ બોક્સમાં રાખવામાં આવ્યા હતા. હાલ એટીએસ અને કોસ્ટગાર્ડ કેસની તપાસમાં લાગેલા છે. દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે આ બોટનું નામ લેડી હેન છે. તેની માલિક ઓસ્ટ્રેલિયાની એક મહિલા છે. તેના પતિ આ બોટના કેપ્ટન છે. આ બોટ મસ્કત (ઓમાન) થી યુરોપ તરફ જઈ રહી હતી.

આ બોટના એન્જિનને 26 જૂન 2022ના રોજ નુકસાન થયું હતું. તે બોટ પરના લોકોએ બચાવવા માટે એલર્ટ જાહેર કર્યું હતું. ત્યારબાદ કોરિયાની નૌકાદળે આ તમામ લોકોને જહાજમાંથી બચાવ્યા હતા અને પછી તેમને ઓમાનમાં છોડી દીધા હતા. પરંતુ ભારે ભરતીના કારણે આ બોટને ખેંચવામાં આવી ન હતી. ત્યારે આ બોટ હવે હરિહરેશ્વર બીચમાં કિનારે આવી છે. જ્યાંથી આ બોટ મળી આવી છે તે વિસ્તાર મુંબઈ થી 200 કિમી દૂર આવેલ છે.

ADVERTISEMENT

મળી આવેલ બોટ સિક્યોરીટી કંપનીની ?
હાલમાં આ બોટ કોના નામની છે તેનો જવાબ સરકારે આપ્યો છે. પરંતુ તેમાં હથિયારો કેમ રાખવામાં આવ્યા? તેની શોધખોળ કરવામાં આવી રહી છે. દરમિયાન, એવું પણ સામે આવ્યું છે કે નેપ્ચ્યુન P2P ગ્રુપ દ્વારા MY લેડી હાન બોટને ખાનગી સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. પરંતુ આ બોટ ચોમાસા દરમિયાન અરબી સમુદ્રમાં ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. ત્યારબાદ કેપ્ટન અને બાકીના ક્રૂને ઈમરજન્સી હેઠળ બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ ખરાબ હવામાનને કારણે બોટને બહાર કાઢી શકાઈ ન હતી.

કંપનીએ માની લીધું હતું કે બોટ દરિયામાં ડૂબી હશે. પરંતુ હવે તે ભારતીય કિનારે પહોંચી છે. હવે નેપ્ચ્યુન પી2પી ગ્રુપ અને આ બોટના માલિક ભારત અને યુકેના અધિકારીઓના સંપર્કમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેથી બોટ અને તેમાં મળેલો સામાન રિકવર કરી શકાય.

ADVERTISEMENT

NIAની ટીમ થઈ રવાના
ગૃહ મંત્રાલય પણ રાયગઢની ઘટના પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ દરમિયાન NIAના ત્રણ સભ્યોની ટીમ તપાસ માટે રાયગઢ પહોંચી રહી છે. બીજી તરફ મહારાષ્ટ્રના જ રાયગઢમાં વધુ એક લાવારસ બોટ મળી આવી છે. આ બોટ શ્રીવર્ધનના કિનારે મળી આવી છે. હાલ તેની તપાસ પણ ચાલી રહી છે.

ADVERTISEMENT

આતંકીઓ આ રસ્તાનો કરી રહ્યા છે ઉપયોગ
આ બોટની શોધથી ગભરાટ ફેલાયો છે કારણ કે આ પહેલીવાર નથી કે ઓમાનના માર્ગનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે કરવામાં આવ્યો હોય. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને RAWએ થોડા મહિના પહેલા ઓસામા અને ઝીશાન નામના બે PAK-પ્રશિક્ષિત આતંકવાદીઓની ધરપકડ કરીને ISI અને અંડરવર્લ્ડના આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. પૂછપરછ દરમિયાન આતંકીઓએ ખુલાસો કર્યો હતો કે બંને ટ્રેનિંગ લેવા માટે ઓમાન થઈને પાકિસ્તાન પહોંચ્યા હતા. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ભારતીય ગુપ્તચર એજન્સીઓને ચકમો આપવા માટે ઓમાનના રૂટનો ઉપયોગ કરે છે. ઓસામા અને ઝીશાને વર્ષ 2021માં સ્પેશિયલ સેલની સામે એ પણ ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાન ISIએ તેમને ઓમાનથી પાકિસ્તાન લઈ જવા માટે જળ માર્ગનો ઉપયોગ કર્યો હતો અને તેઓ બોટ દ્વારા પાકિસ્તાન ગયા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT