Surya Guru Yuti 2023: 12 વર્ષ બાદ મહાસંયોગ, આ રાશીઓ હાથ નાખશે ત્યાંથી સોનું કાઢશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : Surya Guru Yuti 2023: 22 એપ્રીલ, 2023 ના રોજ ગ્રહોનો રાજા સુર્ય અને બુદ્ધિ તથા વિવેકના ગ્રહ બૃહસ્પતિની મેષ રાશિમાં યુતી થવા જઇ રહી છે. સૂર્ય 14 એપ્રીલે મેષ રાશિમાં પ્રવેશ કરશે. 22 એપ્રીલે ગુરૂ પણ મેષ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે સુર્ય અને ગુરૂના મિલનથે એક મહાસંયોગનું નિર્માણ થશે. આ સંયોગ 12 વર્ષ બાદ થઇ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં સુર્ય અને ગુરૂનું ગોચર ખુબ જ મહત્વપુર્ણ માનવામાં આવે છે. ગુરૂવારે ગ્રહ જ્ઞાન, શિક્ષા, ધાર્મિક કાર્ય અને દાન પુણ્યના કારણે માનવામાં આવે છે. આવો માનીએ કે આ મહાસંયોગને કઇ રાશિમાં લાભ થવાનો છે અને કઇ રાશિમાં નુકસાન.

મેષ
ગુરૂ સુર્યની યુતિ મેષ રાશિના જાતકો માટે આર્થિક નિષ્ણાંતો માટે વિશેષ રીતે લાભદાયી રહેશે. તમારૂ ભાગ્ય અને રચનાત્મક કાર્યોમાં તમારી રૂચી તમારા આર્થિક પક્ષને મજબુતી પ્રદાન કરશે. આ સમયે શરૂ કરવામાં આવેલા નવા બિઝનેસથી તમારી તરક્કી પ્રાપ્ત થઇ શકે છે. વ્યાવસાયિક રીતે તમે પોતાની નોકરી અથવા વ્યવસ્થામાં સારો લાભ અને પ્રગતિ પ્રાપ્ત કરશે. આ યુતિમાં તમને તમારી મહેનતનું ફળ મળશે.

મિથુન
મિથુન રાશિના જે જાતક ગુરૂ સુર્યની આ યુતિના સમયે નવી વ્યાવસાયિક ભાગીદારી શરુ કરવાના ઇચ્છુક છે અને તેમના માટે આ સમય સારો રહેવાનો છે. આ દરમિયાન ખુબ જ નવા અવસર તમારી સામે આવશે. જો તમે સમજદારીથી કામક રશો તો આ તમારા માટે નવી ઉંચાઇઓ આપનારો સમય રહેશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. આ રકમના જાતકોને અપ્રત્યાશિત સ્ત્રોત દ્વારા નાણાની પ્રાપ્તી થાય છે.

ADVERTISEMENT

તુલા
સૂર્ય-બૃહસ્પતિનું મિલન તુલા રાશિના લોકો માટે ખુબ જ લાભદાયક સાબિત થશે. તુલા રાશિ વાળાઓને આર્થિક લાભ થવાની સંભાવના છે. વ્યવસાયમાં સફળતાથી મન પ્રસન્ન રહેશે. આ સમયે તમને ખર્ચ અને બચતનું ધ્યાન રાખવું પડશે અને સંતુલીત આહાર લેવો પડશે. આ ગોચર દરમિયાન તમારી આવકનો પ્રવાહ પણ સારો રહેશે.

આ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે.
વૃષભ રાશિ :
મેષ રાશિમાં સૂર્યની યુતી કાર્યસ્થળ પર અચાનક તમારા માટે કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે. આ સમય તમને ગુસ્સે કરી શકે છે, જે તમારી છબી બગાડી શકે છે. કાર્યસ્થળમાં તમારા માટે અવરોધો ઉભી કરી શકે છે.
કર્કઃ
આ યુતિના સમયગાળા દરમિયાન તમારે અચાનક આર્થિક નુકસાન અથવા સંકટનો સામનો કરવો પડી શકે છે. તેથી કૃપા કરીને શક્ય તેટલું તમારી નાણાકીય બાબતમાં સાવચેત રહો. વ્યર્થ ખર્ચ ટાળો, નહીંતર તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
કન્યા:
રાશિના જાતકો માટે આ સમય સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવાનો છે. તમારા અને તમારી માતા માટે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ હોઈ શકે છે તેથી કૃપા કરીને લક્ષણોને અવગણશો નહીં. જો તમને કોઈ સમસ્યા જણાય તો ડૉક્ટરની સલાહ અવશ્ય લો. ખાવા-પીવામાં પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT