સુરત સીટી બસમાં ટિકિટ કલેકટ કરનાર એજન્સી દ્વારા મોટા કમીશન કમલમ્ પહોંચે છે ?: મહેશ અણધણ
સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરત સીટી બસમાં ટિકિટ કલેક્ટ કરનારી એજન્સીઓના મોટા કમીશન કમલમ્ ખાતે પહોંચે છે તેવા ધારદાર આક્ષેપો આમ આદામી પાર્ટીના નેતા અને કોર્પોરેટર મહેશ…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરત સીટી બસમાં ટિકિટ કલેક્ટ કરનારી એજન્સીઓના મોટા કમીશન કમલમ્ ખાતે પહોંચે છે તેવા ધારદાર આક્ષેપો આમ આદામી પાર્ટીના નેતા અને કોર્પોરેટર મહેશ અણધણે કર્યા હતા. હાલમાં જ પેસેન્જર પાસેથી રૂપિયા લઈને ટિકિટ નહીં આપવાના મામલામાં વીડિયો વાયરલ થયો હતો. તેવા બનાવોને લઈને તથા સીટી બસમાં ખાનગી એજન્સીઓને બખ્ખા થઈ જતા મહેશ અણધણે ભાજપ સરકારને આડેહાથ લીધી હતી. ભાજપના તંત્રને પણ તેમણે આડેહાથ લીધું છે. બસના કોન્ટ્રાક્ટ્સથી લઈને અન્ય કોન્ટ્રાક્ટ્સ પર સતત આરોપો લાગી રહ્યા છે ત્યારે મહેશ અણધણના આ આરોપો ફરી ચર્ચાનો વિષય બન્યા છે.
ચંદ્ર પર કચરાનો ઢગલો: માનવ મળ, કચરાના મોટા મોટા ઢગલા જાણો બીજુ શું મળી આવ્યું
200-500ની પેનલ્ટી લગાવી રહેમ કરવામાં આવે છેઃ મહેશ અણધણ
સીટી બસમાં ટીકીટ નહીં આપવા સહિતના કારણે પેસેન્જરો દ્વારા અવાર નવાર લડાઈ થવાની ઘટનાઓ બને છે જેના કારણે ફરિયાદ થતા જેતે કંડકટરને સસ્પેન્ડ કરવામાં આવે છે. સુરત મહાનગપાલિકા દ્રારા સંચાલિત બ્લુ સિટી બસના કન્ડક્ટરનો વધુ એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે સિટી બસનો કન્ડક્ટર કોઈ પેસેન્જર પાસેથી પૈસા લીધા બાદ ટિકિટ આપી ના હતી. ત્યારે પેસેન્જરે વિરોધ કર્યો હતો. પૈસા લઈને ટિકિટ નહીં આપવાના આ વિવાદમાં બસમા સવાર બીજા પેસેન્જરે કન્ડક્ટરનો વીડિયો બનાવવાનો શરૂ કર્યો તો કન્ડક્ટર વીડિયો નહીં ઉતારવા માટે ધમ પછાડા કરવા લાગ્યો હતો. કન્ડક્ટરનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા બાદ આમ આદમી પાર્ટીના કોર્પેરેટર મહેશ અણધણે જણાવ્યું કે, આમા એજન્સી દ્વારા આવા કંડકટરોની નિમણૂક કરવામાં આવે છે તે મુખ્યત્વે જવાબદાર ગણાય છે પરંતુ આ એજન્સીઓ પર શાષકો દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી. આવતી ફકત ૨૦૦-૫૦૦ રુપીયાની પેનલ્ટી કરીને તેની પર રહેમ કરવામાં આવે છે. મહેશ અણધણે વધુમાં જણાવ્યું હતું કે શાષકો ભ્રષ્ટાચાર ના રુપીયા પોતાના ઘરે લઈ જાય છે. એટલા માટે કામગીરી કરતા નથી કે પોતે આ કામગીરી કરવા માટે પોતાને અસુરક્ષિત માને છે. આજરોજ મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન અને કમીશ્નરને પત્ર લખી આ તમામ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટે જાહેર જનતાના નાણાનો દુરુપયોગ અટકાવવા માટે માંગ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT