શિવાજી મહારાજની પ્રતિમાને હાર પહેરાવતા સુપ્રિયા સુલેની સાડીમાં આગ લાગી

ADVERTISEMENT

gujarattak
social share
google news

પુણે : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સાંસદ સુપ્રિયા સુલે સાથે એક વિચિત્ર બનાવ બન્યો હતો. પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન સુપ્રિયા સુલેની સાડીમાં આગ લાગી જતા થોડા સમય માટે અફડા તફડી થઇ હતી. સુલે એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં શિવાજી મહારાજની પ્રતિમાને હાર પહેરાવી રહ્યા હતા. હાર પહેરાવતા સમયે ત્યાં એક દિવાને સાડીનો છેડો અડી જતા આગ લાગી ગઇ હતી. જો કે તત્કાલ આ લોકોએ આગને બુજાવી દીધી હતી.

શરદ પવારના પુત્રી અને એનસીપીના રાજ્યસભા સાંસદ સુપ્રિયા સુલે રવિવારે એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં નેતા શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી હતી. શિવાજી આ નાની પ્રતિમાને ટેબલ પર રાખવામાં આવ્યા હતા. ટેબલ પર દીવો સળગતો હતો. તેમની સાડીમાં આગ લાગી હતી. ત્યારે સુપ્રીયા સુલે હાર પહેરાવી રહ્યા હતા. જો કે અચાનક તેમની સાડીનો છેડો દિવાને અડકી જતા આગ લાગી ગઇ હતી. જો કે તત્કાલ નજર જતા આગ બુઝાવી દેવાઇ હતી.

સુપ્રીયા સુલેને કોઇ પણ પ્રકારની ઇજા થઇ નહોતી. રવિારે બારામતી લોકસભા મતવિસ્તાર હિંજવાડીમાં હાજર હતા. સુલેએ અહીં આયોજિત માર્ગ સલામતી સપ્તાહના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. માર્ગ સલામતી વિશે જાગૃતિ કરવા માટે કાર્યક્રમમાં હાજરી આપી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT