બાબા રામદેવ હાજર હો! સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ, જાણો શું છે મામલો

ADVERTISEMENT

Patanjali Advertising Case
બાબા રામદેવને સુપ્રીમ કોર્ટની નોટિસ
social share
google news

Patanjali Advertising Case: યોગગુરુ બાબા રામદેવની મુશ્કેલીઓમાં વધારો થયો છે. વાસ્તવમાં પતંજલિ એડવર્ટાઈઝિંગ કેસ મામલે સુપ્રીમ કોર્ટે એક નોટિસ મોકલીને બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને બે અઠવાડિયા પછી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. કોર્ટે પતંજલિ આયુર્વેદની કથિત ભ્રામક જાહેરાતને લઈને આ આદેશ આપ્યો છે. આપને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે અગાઉ પણ યોગગુરુ બાબા રામદેવને નોટિસ મોકલીને કોર્ટમાં બોલાવ્યા હતા. કોર્ટે ત્રણ અઠવાડિયામાં પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડાયરેક્ટર બાલકૃષ્ણ અને યોગગુરુ બાબા રામદેવ પાસે જવાબ માંગ્યો હતો. આ સિવાય સુપ્રીમ કોર્ટે સંસ્થા પર જાહેરાતો પ્રસિદ્ધ કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. 

પતંજલિ આયુર્વેદની જાહેરાતનો છે મામલો

વાસ્તવમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે પતંજલિ આયુર્વેદની જાહેરાતો ખોટા દાવા કરી રહી છે અને ભ્રામક (ગેરમાર્ગે દોરનારી) છે. ખરેખર, પતંજલિ આયુર્વેદે કોર્ટમાં બાંયધરી આપી હતી અને તેમ છતાં જાહેરાત છપાવી હતી. આવી સ્થિતિમાં જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે નારાજગી વ્યક્ત કરી હતી અને રામદેવ અને એમડી આચાર્ય બાલકૃષ્ણ પાસેથી જવાબ માંગ્યો હતો. જ્યારે કોઈ જવાબ ન મળ્યો, ત્યારે કોર્ટે તેમને હાજર થવાનો આદેશ આપ્યો અને નોટિસ (notice of contempt) પણ મોકલી છે. 

બાંયધરી આપવા છતાં આપી જાહેરાત 

પતંજલિની જાહેરાતોમાં બાબા રામદેવની તસવીર પણ સામેલ હતી. આવી સ્થિતિમાં કોર્ટે તેમને પક્ષકાર બનાવ્યા અને પૂછ્યું કે તેમની સામે અવમાનનાની કાર્યવાહી શા માટે ન કરવી જોઈએ? કોર્ટે કહ્યું, અમે પતંજલિની જાહેરાતો જોઈ. કોર્ટમાં આપવામાં આવેલી બાંયધરીને ધ્યાનમાં રાખીને આચાર્ય રામદેવને જણાવવું જોઈએ કે શા માટે તેમની સામે અવમાનનાની કાર્યવાહી શરૂ ન કરવી જોઈએ. તેમણે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ 1954નું પણ ઉલ્લંઘન કર્યું છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

'બાબા રામદેવને નથી કોઈ લેવાદેવા'

પતંજલિ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે બાબા રામદેવને પતંજલિ સાથે કોઈ લેવાદેવા નથી. કોર્ટે તેમની વાત સાંભળવી જોઈએ. તેના પર બેન્ચે કહ્યું કે, અમારા આદેશ બાદ પણ બાબા રામદેવે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમને માત્ર કારણ જણાવો નોટિસ આપવામાં આવી છે. તેમને તેમના જવાબ આપવા દો.

    follow whatsapp

    ADVERTISEMENT