વિદ્યાર્થીઓનો ચાલી રહ્યો છે રાહુ કાળ, સુપ્રીમ કોર્ટે વધુ એક પરીક્ષા મુદ્દે આપ્યો સરકાર તરફી ચૂકાદો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે JEE Mains 2022 આપનારા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ છે. દેશભરની જુદી જુદી ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓમાં સ્થાનિક સ્તરે એન્જિનિયરિંગ/ટેકનોલોજી કોર્સમાં આ વર્ષે એડમિશન માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જૂન અને જુલાઈમાં આયોજિત બે ચરણોના પરિણામ જાહેર કર્યા બાદ વધારાના સેશનના આયોજનની માંગ કરતી અરજી હાઇકોર્ટે રદ કરી દીધી છે. પહેલા ચરણની પરીક્ષા દરમિયાન આવેલી ટેકનિકલ ખામીઓના કારણે સામેલ કેટલાક ઉમેદવારોને NTAને એક સેશનનું આયોજન કરવા આદેશ આપવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ હતી.

સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણીથી ઈનકાર કર્યો
સુપ્રીમ કોર્ટના જજ જસ્ટીસ ડી.વાય ચંદ્રચુડ, એ.એસ બોપન્ના અને જે.બી પારડીવાલાની બેન્ચ સમક્ષ અરજી કરાઈ હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે IIT-JEE (એડવાન્સ્ડ)ની પરીક્ષામાં હસ્તક્ષેપ કરવાથી ઈનકાર કરી દીધો. એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષાને લઈને જુદા જુદા ઉમેદવારો દ્વારા કુલ ચાર અરજીઓ દાખલ કરવામાં આવી હતી.

JEE મેઈન્સ 2022ના વધારાના સેશનની માંગ કરતી અરજીમાં અરજદાર ઉમેદવારોએ પહેલા બે સેશન દરમિયાન આવેલા ટેકનિકલ ખામીનું કારણ આપ્યું હતું.

ADVERTISEMENT

1 પરીક્ષાની શરૂઆતમાં પ્રશ્ન સ્ક્રીન પર ઉપલબ્ધ નહોતા અને તે વચ્ચે વચ્ચે આવતા-જતા રહેતા હતા.
2. આગલા પ્રશ્ન પર જવાનો વિકલ્પ વચ્ચે વચ્ચે કામ કરતો બંધ થઈ ગયો
3. ઘણીવાર બ્લેન્ક સ્ક્રીન, ફ્રોઝન સ્ક્રીન અને સોફ્ટવેર ક્રેશની સમસ્યાઓ આવતી રહી
4. પરીક્ષક આ ખામીઓને સોલ્વ કરવામાં અસમર્થ રહ્યા અને આ બાદ નવી-નવી સમસ્યાઓ આવતી રહી.
5. છેલ્લા પરિણામમાં મળેલા માર્ક્સ અને માર્ક કરેલા જવાબોમાં અસમાનતા જોવા મળી.

નોંધનીય છે કે, NTA દ્વારા આયોજિત JEE મેઈન્સ 2022 પરીક્ષાના બંને સેશનમાં કુલ 10 લાખથી વધુ ઉમેદવારો સામેલ થયા હતા. પહેલા બંને સેશનના પરિણામોની જાહેરાત થઈ ચૂકી છે અને ટોચની રેન્ક મેળવનારા ઉમેદવારોના પ્રવેશ માટે JEE એડવાન્સ 2022 પરીક્ષા માટે રજીસ્ટ્રેશન પણ સમાપ્ત થઈ ગયા છે. આ પરીક્ષાનું આયોજન 28 ઓગસ્ટ 2022ના રોજ થવાનું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT