મહિલાઓને પીરિયડ લીવ મળવી જોઈએ કે નહીં? અરજી પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ

ADVERTISEMENT

Period Leave
મહિલાઓને પીરિયડ લીવ આપવાની માંગ
social share
google news

Period Leave : મહિલાઓ માટે પીરિયડ લીવ આપવાના સંબંધમાં સુપ્રીમ કોર્ટમાં (Supreme Court)માં  કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરાઈ. માસિક ધર્મની રજાને લઈને કોર્ટે તેને જાહેર હિતમાં જારી કરવાનો ઇનકાર કર્યો છે, પરંતુ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને આ અંગે આદર્શ નીતિ નક્કી કરવા માટે તમામ પક્ષો અને રાજ્યો સાથે વાતચીત કરવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આદેશ આપ્યો છે કે તે મહિલાઓને પીરિયડ લીવ આપવા અંગે રાજ્યો અને અન્ય હિતધારકો સાથે પરામર્શ કરીને નીતિ ઘડવામાં આવે. સુપ્રીમ કોર્ટે તર્ક આપ્યો હતો કે આ એક નીતિથી જોડાયેલો મુદ્દો છે અને કોર્ટે તેના પર વિચાર ન કરવો જોઈએ. હકીકતમાં, મહિલાઓને આવી રજા આપવા અંગેનો નિર્ણય પ્રતિકૂળ અને 'નુકસાનકારક' સાબિત થઈ શકે છે.

તમામ પક્ષો સાથે વાતચીત કર્યા બાદ નીતિ બનાવવામાં આવે

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, અરજદારને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં સચિવ અને એએસજી ઐશ્વર્યા ભાટી સમક્ષ પોતાનો વિચાર રજૂ કરવાની સ્વતંત્રતા છે. અમે આશા રાખીએ છીએ કે તમામ પક્ષકારો સાથે આ બાબતે ચર્ચા કર્યા પછી જ નિર્ણય લઈને એક આદર્શ નીતિ તૈયાર કરવામાં આવે.

ADVERTISEMENT

CJI ડીવાય ચંદ્રચુડે શું કહ્યું?

CJI ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, આ રજા વધુ મહિલાઓને વર્કફોર્સનો ભાગ બનવા પ્રોત્સાહિત કરે છે. આવી રજા આપવાથી મહિલાઓ તેમના કાર્યબળથી દૂર થઈ જશે. આ વાસ્તવમાં સરકારી નીતિનું એક પાસું છે અને કોર્ટે તેને ધ્યાનમાં લેવું જોઈએ નહીં.

બિહારમાં રજા આપવામાં આવે છે

જાણકારી માટે તમને જણાવી દઈએ કે, હાલમાં બિહાર એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં 1992ની પોલિસી હેઠળ ખાસ માસિક ધર્મ રજા આપવામાં આવે છે. આવી સ્થિતિમાં દેશના અન્ય રાજ્યોમાં મહિલાઓને પીરિયડ લીવ આપવાનો ઇનકાર એ બંધારણની કલમ 14 હેઠળ સમાનતા અને ગૌરવપૂર્ણ જીવન જીવવાના તેમના મૂળભૂત બંધારણીય અધિકારનું ઉલ્લંઘન છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT