SP ની 150 ની સ્પીડે આવતી ગાડીએ યુવકને 20 ફુટ ઉછાળ્યો, ઘટના સ્થળે જ મોત

ADVERTISEMENT

IPS Officer Car accident case
IPS Officer Car accident case
social share
google news
  • IPS ની 150 થી વધારે સ્પીડે જતી ગાડીએ યુવકને ઉડાડ્યો
  • રાજસ્થાનના બાલોત્રાના એસપીની ગાડીએ વહેલી સવારે બાઇક ચાલકને અડફેટે લીધો
  • પ્રત્યક્ષદર્શીઓના અનુસાર ગાડી ખુબ જ સ્પીડમાં હતી, જો કે પોલીસ અધિકારી સલામત

બાલોત્રા : જિલ્લામાં એસપીની સ્પીડમાં આવતી કારે યુવકનું મોત નીપજ્યું હતું. કાર ચલાવતા ચાલકે ઓવરટેક કરતી વખતે બાઇકને ટક્કર મારી હતી. જેના કારણે બાઇક સવાર લગભગ 20 ફૂટ કૂદીને રોડ પર પડી ગયો હતો. પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે, કારની સ્પીડ 150 ની આસપાસ હશે. રાજસ્થાનના બાલોત્રામાં એસપીની ઝડપી કારની અડફેટે એક યુવકનું મોત થયું હતું. કાર ચલાવતા ડ્રાઇવરે ઓવરટેક કરતી વખતે બાઇકને ટક્કર મારી હતી. કાર એટલી સ્પીડમાં હતી કે બાઇક સવાર એન્જિનિયર યુવક લગભગ 20 ફૂટ ઉછળીને રોડ પર પડ્યો હતો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અંદાજ છે કે, એસપીની કારની સ્પીડ લગભગ 150 થી પણ વધારે હતી.

એન્જિનિયર યુવકનું નિપજ્યું મોત

આ અકસ્માત જિલ્લાના બાલોત્રા-આસોત્રા રોડ પર માજીવાલા ગામ પાસે થયો હતો. મળતી માહિતી મુજબ બાડમેરના શિવ વિધાનસભા મત વિસ્તારના બિસુ કલ્લાના રહેવાસી એન્જિનિયર કિશોર સિંહ (28 વર્ષ) બાઇક પર આસોત્રાથી બાલોત્રા તરફ જઈ રહ્યા હતા.

ઓવરટેક કરવા દરમિયાન મારી ટક્કર

દરમિયાન મજીવાલા ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એસપીની કારે ઓવરટેક કરી બાઇકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, બાઇક સવાર 20 ફૂટ દૂર પડ્યો હતો. અકસ્માત બાદ તેને ઈજાગ્રસ્ત હાલતમાં નાહટા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ADVERTISEMENT

કાર લગભગ 150 ની ઝડપે હતી- પ્રત્યક્ષદર્શી

પ્રત્યક્ષદર્શી શૈતાન સિંહે જણાવ્યું કે, પોલીસકર્મીઓ દુર્ઘટનાની થોડી જ વારમાં ઘટનાસ્થળે પહોંચી ગયા. બાઇક સવારને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. કારની સ્પીડ 150ની આસપાસ હોવી જોઈએ. કાર સાથે અથડાવાને કારણે બાઇક સવાર પટકાયો હતો. તે ખુબ ઉંચે ઉછળ્યો હતો અને ત્યાર બાદ પટકાયો હતો.

કારની એરબેગ્સ ખુલી, એસપી કોન્સ્ટેબલ સલામત

મળતી માહિતી અનુસાર બાલોત્રાના એસપી હરિશંકર બાલોત્રાથી સિવાના તરફ જઈ રહ્યા હતા. માજીવાલા ગામ પાસે, એસપી ડ્રાઇવરે અચાનક આગળ જતા વાહનને ઓવરટેક કર્યું અને બાઇક સવારને ટક્કર મારી હતી. આ દરમિયાન કારની એરબેગ્સ ખુલી ગઈ હતી. જેના કારણે કારમાં બેઠેલા એસપી, ગનમેન, કોન્સ્ટેબલ અને ડ્રાઈવર ચારેય સુરક્ષિત રીતે બચી ગયા હતા.

ADVERTISEMENT

યુવકના મોતથી રોષે ભરાયેલા લોકો ધરણા પર બેઠા

પોલીસે મૃતદેહને નાહાટા હોસ્પિટલના શબઘરમાં રાખ્યો છે. મૃતકના પરિવારજનો અને અન્ય લોકો શબઘર બહાર હડતાળ પર બેઠા છે. વળતર અને અન્ય માંગણીઓ માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બાલોત્રાના એએસપી સુભાષ ખોજા, ડીએસપી નીરજ શર્મા, પચપાદરા ડીએસપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

ADVERTISEMENT

રાજકારણીઓ પણ યુવકના પરિવારને સમજાવવામાં લાગ્યા

આ સાથે પચપાદરાના ધારાસભ્ય અરુણ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય મદન પ્રજાપત પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતકના પરિવારજનો પાસેથી અકસ્માતની માહિતી લીધી હતી. પોલીસ પીડિતાને સમજાવવાનો સતત પ્રયાસ કરી રહી છે. જો કે સમાજના લોકો વળતરની તેમની માંગ પર અડગ છે.

    follow whatsapp

    ADVERTISEMENT