જોજો આવા વકીલ ન ભટકાય! દુષ્કર્મ કેસમાં વકીલે એવા ગંદા સવાલ પુછ્યા કે જજે સજા ડબલ કરી દીધી

ADVERTISEMENT

Judge angery on lawyer
Judge angery on lawyer
social share
google news

નવી દિલ્હી : પાંચ વર્ષની એક બાળકી પર દુષ્કર્મના કેસમાં આરોપી દ્વારા સજા ઓછી કરાવવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણી દરમિયાન આરોપીના વકીલે સાક્ષીઓને એવા વિચિત્ર અને વાહીયાત સવાલો પુછ્યા હતા કે જજ પણ આ સવાલોથી ગુસ્સે થઇ ગયા હતા. જેના કારણે રોષે ભરાયેલા જજે દોષીતની સજા સીધી જ વધારીને 7 વર્ષની કરી દીધી હતી. મદ્રાસ હાઇકોર્ટના જસ્ટિસ એન.આનંદ વેંકટેશે IPC ની કલમ 376,377 હેઠળ આ ચુકાદો આપ્યો હતો. આ સાથે દુષ્કર્મના મામલે આોપીને 3 વર્ષની સજા ફટકારી હતી.

દોષીતે સજા ઘટાડવા માટે હાઇકોર્ટમાં અપીલ કરી હતી
દોષીતે પોતાને થયેલી સજા સામે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જસ્ટિસ એન.આનંદ વેંકટેશે સમગ્ર મામલે ફાઇલ જોઇ તો તેઓ ગુસ્સે થયા હતા. સજા ઘટાડવાની અપીલ લઇને આવેલા આરોપીની સજા વધારીને 7 વર્ષ કરી દીધી હતી. સીનિયર વેંકટેશનો ગુસ્સો એટલો વધારે હતો કે તેમણે સીનિયર વકીલોને કહ્યું કે, તેઓ લોઅર કોર્ટમાં હાજર પોતાના જુનિયર્સને શિખવાડે કે દલીલ કઇ રીતે કરવી જોઇએ. જસ્ટિસે કહ્યું કે, દલીલ કરવાનું સ્તર સતત ઘટી રહ્યું છે. લોઅર કોર્ટનું વાતાવરણ પણ ખુબ જ ખરાબ છે.

જજે કહ્યું કે નિચલી કોર્ટમાં વકીલોનું સ્તર ખુબ કથળી રહ્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે, મદ્રાસ હાઇકોર્ટના જસ્ટિસ વેંકટેશને ગુસ્સે તે બાબતે આવ્યો કે, પીડિત બાળકી દ્વારા રજુ થયેલા સાક્ષીઓને આરોપીઓના વકીલે ખુબ જ વાહિયાત સવાલો પુછવાના શરૂ કર્યા હતા. એક સાક્ષીને તો એમ પણ પુછવામાં આવ્યું કે, શું તમને લાગે છે કે કોઇ જંતુ કરડી જાય તો વર્જિનિટી જઇ શકે છે. આ સવાલ બાદ જજિસ ભડક્યા હતા. તેમણે કહ્યું કે, કઇ રીતે શારીરિક સંરચનાની સાથે મેડિકલ ટર્મ્સને મજાક બનાવવામાં આવી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT