પત્નીને 150 કોલ કર્યા, ફોન ન ઉપાડતા 230 કિલોમીટર દૂરથી ઘરે આવ્યો પતિ, ગળું દબાવી હત્યા કરી નાખી

ADVERTISEMENT

gujarattak
social share
google news

એક પોલીસ કોન્સ્ટેબલે તેની પત્નીને એક-બે નહીં પરંતુ લગભગ 150 ફોન કર્યા. પત્નીએ એક પણ ફોન ન ઉપાડ્યો. આ પછી તેને પત્નીની વફાદારી પર શંકા ગઈ. જેના જવાબમાં તેણે હચમચાવી નાખે એવું પગલું ઉઠાવ્યું અને પત્નીની હત્યા કરી નાખી. તમને જણાવી દઈએ કે, મહિલાએ હાલમાં જ તેના પિયરમાં એક બાળકને જન્મ આપ્યો હતો. 150 વખત ફોન કર્યા બાદ પણ તેણે એક પણ ફોન ન ઉપાડતા પતિ ગુસ્સે થઈ ગયો. તે કર્ણાટકના ચામરાજનગર શહેરથી 230 કિમી દૂર હોસકોટે નજીક તેની પત્નીના માતા-પિતાના ઘરે પહોંચ્યો. અહીં પહેલા તેણે જંતુનાશક દવા પીધી લીધી અને પછી પત્નીની હત્યા કરી નાખી.

આરોપી હોસ્પિટલમાં સારવાર હેઠળ

24 વર્ષીય મૃતક પ્રતિભાએ 11-12 દિવસ પહેલા હોસકોટે પાસેના કલાથુર ગામમાં એક દીકરાને જન્મ આપ્યો હતો. ચામરાજનગરના રામસમુદ્રમાં ચામરાજનગર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા આરોપી કિશોરે ઝેરી દવા પી લીધી હોવાથી તેની હાલત નાજુક છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે, કિશોરને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ કસ્ટડીમાં લેવામાં આવશે.

નવેમ્બર 2022માં થયા હતા લગ્ન

પ્રતિભા બેટ્ટહાલાસુર ગ્રામ પંચાયતના પ્રમખ સુબ્રમણમની નાની દીકરી હતી. તેણે બીઈ કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો હતો. કિશોર અને પ્રતિભાના લગ્ન 13 નવેમ્બર 2022ના રોજ થયા હતા. કિશોર કોલાર જિલ્લાના વીરપુરાનો રહેવાસી છે.

ADVERTISEMENT

પત્નીના ચારિત્ર પર હતી શંકા

પોલીસના જણાવ્યા અનુસાર, કિશોરને પ્રતિભાના ચારિત્ર પર શંકા હતી. તે નિયમિતપણે તેના ફોનના મેસેજ અને કોલ રેકોર્ડ્સ તપાસતો હતો. જેણે પણ પ્રતિભાને મેસેજ કર્યો કે તેની સાથે વાત કરી હોય તેના વિશે તે પ્રતિભાને પૂછતો હતો. તેણે તેની પત્ની પર તેના કેટલાક કોલેજના પુરૂષ મિત્રો સાથે ફરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

રવિવારે ફોન પર આપ્યો ઠપકો

રવિવારની સાંજે કિશોરે પ્રતિભાને ફોન કર્યો અને કોઈ બાબતે ઠપકો આપ્યો. જે બાદ પ્રતિભા રડવા લાગી. આ પછી તેમની માતા વેંકટલક્ષમ્માએ કિશોરનો ફોન ઉપાડ્યો અને ફોન કાપી નાખ્યો. તેમણે પ્રતિભાને કહ્યું કે ‘જો તું રડીશ તો તારા બાળકના સ્વાસ્થ્ય પર અસર થશે.’ માતાએ પ્રતિભાને કિશોરના ફોન ન ઉપાડવા જણાવ્યું હતું. બીજા દિવસે સવારે પ્રતિભાને ખબર પડી કે કિશોરે તેને 150 ફોન કર્યો હતા. પ્રતિભાએ આ વાતની જાણ તેના માતા-પિતાને કરી હતી.

ADVERTISEMENT

દવા પીધા બાદ પત્નીની કરી હત્યા

પોલીસના જણાવ્યા અનુસાર, કિશોર સોમવારે સવારે 11.30 વાગ્યે પ્રતિભાના માતા-પિતાના ઘરે પહોંચ્યો હતો. જ્યાં કિશોરેએ પહેલા જંતુનાશક દવા પી લીધી અને પછી રૂમનો દરવાજો બંધ કરી દીધો. તેણે પ્રતિભાનું દુપટ્ટા વડે ગળું દબાવીને હત્યા કરી નાખી. પ્રતિભાની માતાએ રૂમનો દરવાજો ખખડાવ્યો, પણ કોઈ જવાબ ન મળ્યો. ભયનો અહેસાસ થતાં તેણે ખટખટાવવાનું ચાલુ રાખ્યું અને કિશોરને દરવાજો ખોલવા કહ્યું. 15 મિનિટ પછી તેણે દરવાજો ખોલ્યો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT