હરિયાણાના મેવાત અને સોહનામાં હિંસક ઘર્ષણ, 2 હોમગાર્ડના મોત, 10 પોલીસ કર્મચારી ઘાયલ

ADVERTISEMENT

Fire in Hariyana
Fire in Hariyana
social share
google news

નવી દિલ્હી : હરિયાણાના મેવાતના નૂંહ વિસ્તારમાં સોમવારે ધાર્મિક હિંસા ફેલાઇ હતી. સોમવારે બપોરે સમાચાર આવ્યા કે મેવાતમાં ભગવા યાત્રા દરમિયાન બે જુથ વચ્ચે પથ્થરમારો થઇ ગયો હતો. ભગવા યાત્રા દરમિયાન અચાનક થયેલા પથ્થરમારામાં અનેક લોકો ઘાયલ થઇ ગયા. ઘટના સ્થળ પર પોલીસ તંત્રની હાજરી છતા પણ પથ્થરમારો થોય હતો. પથ્થરમારો શરુ થતા બબાલ એટલી મોટી થઇ કે અનેક ગાડીઓમાં પણ આગ લગાવી દેવામાં આવી. બબાલ બાદ નુંહ અને મેવાત ક્ષેત્રમાં પણ ભારે પથ્થરમારો થયો. પથ્થરમારા બાદ બબાલ એટલી મોટી થઇ ગઇ કે ઇન્ટરનેટ સેવા 2 ઓગસ્ટ સુધી નિલંબિત કરી દેવામાં આવી છે. નૂંહ બાદ સાંજ સુધીમાં હરિયાણાના સોહનાથી પણ હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે.

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આ હિંસા અંગે રાજ્ય સરકાર પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, મેવાતના નૂંહ, માનેસર તથા ગુંડગાવથી આવી રહેલા હિંસાના સમાચારો વચ્ચે હિંસા, તોડફોડ અને તોફાનના સમાચારો અત્યંત ચિંતાજનક છે. આ સ્પષ્ટ રીતે કાયદો અને વ્યવસ્થા સામે પડકાર છે. ભાજપ-જજપા સરકારે પ્રદેશ પહેલા જાતીય તોફાનોની આગમાં ધકેલ્યા અને હવે ધાર્મિક તોફાનોની જ્વાળામાં હરિયાણાની શાંતિ છિનવાઇ રહી છે. આઝાદીના 75 વર્ષમાં પહેલીવાર હરિયાણાના ધાર્મિક તોફાનો ચાલી રહ્યા છે. શાંતિપ્રિય હરિયાણાના ઇતિહાસનો કાળો દિવસ છે.

મુખ્યમંત્રીએ શાંતિની અપીલ કરી
મેવાત અને સોહનામાં થયેલી હિંસા અંગે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે જનતાને શાંતિની અપીલ કરી છે. મુખ્યમંત્રીએ તમામ પક્ષકારોને શાંતિની અપીલ કરતા કહ્યું કે, વાતચીત અને સંવાદથી તમામ વિષય ઉકેલ લાવી શકે છે. તેઓ બોલ્યા કે, તમામ નાગરિકો હરિયાણા એક હરિયાણવી એક ના સિદ્ધાંત પર ચાલીને પ્રદેશ અને સમાજના હિતમાં યોગદાન આપે.

ADVERTISEMENT

સોહાનમાં ગાડીને આગ હવાલે કરવામાં આવી
મેવાત બાદ સોહનામાં પણ ઉગ્ર ટોળાએ ભારે હોબાળો મચાવ્યો. ભીડમાં અનેક ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી. ગાડીને આગ હવાલે કરી દેવામાં આવી.

મેવાતમાં કઇ રીતે શરૂ થઇ હિંસા?
મેવાતમાં શિવ મંદિર સામે બૃજમંડળ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે યાત્રા પર પથ્થરમારો થઇ ગયો હતો. આ બૃજમંડળ યાત્રામાં બજરંગ દળના અનેક કાર્યકર્તા પહોંચી ગયા હતા. મોનૂ માનેસરે પહેલા જ વીડિયો શેર કરીને યાત્રામાં મહત્તમ લોકોને પહોંચવા માટેની અપીલ કરી હતી. મોનુ માનેસરની અપીલ સાથે નારાજ નૂહના સ્થાનીક લોકોએ ભારે હોબાળો કર્યો અને ત્યારે જ પથ્થરમારો થયો હતો.

ADVERTISEMENT

કોણ છે મોન્ટુ માનેસર?
મોનૂ માનેસર નાસિર-જુનૈદ હત્યાકાંડમાં વોન્ટેડ છે. હરિયાણાના ભિવાનીમાં લોહારુના બારવાસ ગામની પાસે એક સળગેલી બોલેરોમાં 16 ફેબ્રુઆરીએ કંકાલ મળ્યા હતા. મૃતકોની ઓળખ નાસિર (25) અને જુનૈદ (35) તરીકે થઇ હતી. આ બંન્નેની હત્યા બાદ જ મોનુ માનેસર ચર્ચામાં આવ્યા હતા. હાલમાંજ તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઇશ્યું કરીને મેવાત વિસ્તારમાં થનારી મહારૈલીમાં જોડાવા માટે જોડાયા હતા. એટલું જ નહી મોનૂ માનેસરે કહ્યું કે હું પોતે પણ આ રેલીમાં જોડાઇશ. તે હાલ ફરાર છે. મોનુ માનેસરની આગળની સંભવના હતી. તેને પોલીસે સવારે માનેસરને અટકાવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT