દિગ્ગજ નેતાના કાફલા પર પથ્થરમારો, આડકતરી રીતે CM પર જ લગાવ્યા ગંભીર આરોપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

પટના : બિહારમાં ઉપેન્દ્ર કુશવાહાના કાફલા પર હુમલો થયો છે. કુશવાહા બક્સરથી પટના પરત ફરી રહ્યા હતા, કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા તેમના કાફલા પર પથ્થમારો કર્યો હતો. આ દુર્ઘટનામાં તેમને કોઇ ઇજા પહોંચી નહોતી પરંતુ ગાડીઓને સામાન્ય નુકસાન પહોંચ્યું હતું. જો કે કાફલા પર થયેલા હુમલાના કારણે રાજનીતિ ગરમાઇ ગઇ છે.

ઉપેન્દ્ર કુશવાહાએ ટ્વીટ કરીને લખ્યું કે, હાલ ભોજપુર જિલ્લાના જગદીશપુરમાં નયકા ટોલા વિસ્તારમાંથી પસાર થઇ રહેલા કાફલા પર મારી ગાડી પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો. પથ્થરમારો થતા સુરક્ષા કર્મચારીઓ બહાર ઉતર્યા ત્યારે તમામ ભાગી છુટ્યા હતા. હવે કોણે પથ્થ ફેંક્યા, કેમ ફેંક્યા હજી સુધી સ્પષ્ટ નથી. જો કે બિહારમાં ગત્ત થોડા દિવસોમાં એવું અનેક વાર થયું છે જ્યારે નેતાઓના કાફલા પર આ પ્રકારે પથ્થરમારો થયો હોય.

ADVERTISEMENT

થોડા દિવસો પહેલા જ કેન્દ્રીયમંત્રી અશ્વિની ચોબેના કાફલા પર આવો જ હુમલો થયો હતો. જ્યારે તેઓ બક્સરમાં હતા. ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો. કાફલા પર પથ્થરમારો થયો. બિહારના બક્સરમાં ખેડૂતોએ જમીનના વળતરની માંગ મુદ્દે પ્રદર્શન કરી રહ્યા હતા. તેવામાં જ્યારે અશ્વિની ચોબે ઘટના સ્થળે પહોંચ્યા તો તેમને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.

તેવામાં ઉપેન્દ્ર કુશવાહા મુદ્દે બિહારની રાજનીતિમાં બધુ બરોબર ચાલી રહ્યું નથી. તેમના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથેની તકરાર સામે આવી ચુકી છે. તેમનો આરોપ છે કે, તેમને પાર્ટીની અંદર પોતાની વાત મુકવા માટે કોઇ પ્લેટફોર્મ નથી મળી રહ્યું. સીએમ દ્વારા પણ તેમને કોઇ ફોન નથી મળ્યો. તેમની તરફથી સતત માંગ થઇ રહી છે કે, જેડીયું રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક બોલાવવામાં આવે. તેઓ સ્પષ્ટ કરી ચુક્યા છે કે, પાર્ટી છોડીને નહી જાય. પરંતુ તેઓ પાર્ટીમાં કેટલાક ફેરફાર જરૂર ઇચ્છે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT