Odisha Road Accident: ઓડિશામાં SUV કારે બે બાઈક સહિત 4 વાહનોને મારી ટક્કર, 7ના મોત
ઓડિશાના કોરાપુટમાં ભયાનક માર્ગ અકસ્માત બે બાઈક, ત્રણ વાહન વચ્ચે ટક્કર થતા 7ના મોત મુખ્યમંત્રી નવીન પટનાયકે શોક વ્યક્ત કર્યો Odisha Road Accident: ઓડિશા (Odisha)માં…
ADVERTISEMENT
- ઓડિશાના કોરાપુટમાં ભયાનક માર્ગ અકસ્માત
- બે બાઈક, ત્રણ વાહન વચ્ચે ટક્કર થતા 7ના મોત
- મુખ્યમંત્રી નવીન પટનાયકે શોક વ્યક્ત કર્યો
Odisha Road Accident: ઓડિશા (Odisha)માં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં 7 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. આ દુર્ઘટના પર મુખ્યમંત્રી નવીન પટનાયકે શોક વ્યક્ત કર્યો છે. તેઓએ મૃતકોના પરિવારોને 3-3 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. અકસ્માતની આ ઘટનાના CCTV કેમેરામાં કેદ થઈ છે.
SUV કારે ટક્કર મારતા 7ના મોત
મળતી માહિતી અનુસાર, ઓડિશાના કોરાપુટ જિલ્લામાં SUV કારે બે મોટરસાયકલ અને એક રિક્ષા અને ટ્રેક્ટરને ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા, જ્યારે ચાર લોકોના હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યાં હતા.
ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત
પોલીસે જણાવ્યું કે, SUV કારે ઓટો-રિક્ષાને ટક્કર મારતાંની સાથે જ વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી બીજી બાઈક SUV સાથે અથડાઈ હતી અને બાઈક સવાર વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તો અન્ય રિક્ષામાં સવાર અન્ય 2 વ્યક્તિઓના પણ ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. તો ઈજાગ્રસ્તોને સ્થાનિક સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 4 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા.
ADVERTISEMENT
VIDEO | Seven people were killed in an accident in Odisha’s Borigumma earlier today. pic.twitter.com/WqqsiSDw4Q
— Press Trust of India (@PTI_News) January 26, 2024
મુખ્યમંત્રીએ વળતરની કરી જાહેરાત
હાલ ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે મૃતકના પરિવારજનોને 3-3 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT