IND vs PAK મેચ માટે અમદાવાદની હોસ્પિટલોમાં બેડ બુક કરાવી રહ્યા છે દર્શક, હોટલો હાઉસફુલ
India vs Pakistan Ahmedabad World Cup 2023: વર્લ્ડ કપ 2023 ની આ વખતે ભારતમાં આયોજન થવાનું છે. ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબર મેચ…
ADVERTISEMENT
India vs Pakistan Ahmedabad World Cup 2023: વર્લ્ડ કપ 2023 ની આ વખતે ભારતમાં આયોજન થવાનું છે. ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબર મેચ રમાશે. આ મેચ અમદાવાદમાં આયોજિત થશે. આ મુદ્દે ફેંસ ખુબ જ ઉત્સાહિત છે. આ મેચના કારણે અમદાવાદની હોટલોમાં હવે જગ્યા બચી નથી. તેવામાં એક ખુબ જ રસપ્રદ સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારત-પાકિસ્તાન મેચના કારણે હોટલમાં જગ્યા નહી હોવાનાં કારણે ફૈંસ હોસ્પિટલમાં બેડ બુક કરી રહ્યા છે.
મની કંટ્રોલ પર તેના મુદ્દે એક સમાચાર છે. સમાચાર છે કે, અમદાવાહની હોસ્પિટલમાં કામ કરનારા એક ડોક્ટરે જણાવ્યું કે, લોકો ફુડ બોડી ચેક કરાવવાની સાથે એક રાત્રે રોકાવા માટે બેડ બુક કરાવી રહ્યા છે. ડોક્ટરનું કહેવું છે કે, લોકો કોઇ પણ પ્રકારની હોસ્પિટલનો રૂમ અથવા બેડ બુક કરાવવા માટે તૈયાર છે. તેમનું કહેવું છે કે, અમારી પાસે લિમિટેડ જગ્યા છે. આ કારણે દર્દીઓનું ધ્યાન રાખીને બુકિંગ અંગે વિચાર કરી રહ્યા છે.
સમાચારો અનુસાર ડોક્ટરે કહ્યું કે, મારી પાસે યુએસએથી એક મિત્રએ હોસ્પિટલમાં રોકાવા માટે પુછપરછ કરી. તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી મેચને જોવા માંગે છે. તેઓ હોસ્પિટલમાં મેડિકલ ફેસિલીટી પણ લેવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, ગત્ત દિવસોમાં અનેક પ્રકારના સમાચાર આવ્યા હતા. મીડિયાર રિપોર્ટ અનુસાર હોટલમાં એક રાતનું ભાડુ સામાન્ય ભાડા કરતા 10 ગણુ વધારે હોય છે. કેટલીક હોટલોમાં તો રાત્રે રોકાવા માટે એક લાખ રૂપિયા સુધીનું ભાડુ વસુલવામાં આવે છે.
ADVERTISEMENT
વર્લ્ડ કપ 2023 ની પહેલી મેચ અમદાવાદમાં રમાશે. અહીં કુલ પાંચ મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચની સાથે સાથે ફાઇનલમાં પણ રમાશે. આ વખતે વર્લ્ડકપની ફાઇનલ મેચ નવેમ્બર મહિનામાં રમાશે.
ADVERTISEMENT