કેનેડામાં ભારતીય નાગરિકો માટે ખાસ એડ્વાઇઝરી, કેનેડા હોય તેવા વિદ્યાર્થીઓ ખાસ વાંચે
નવી દિલ્હી : ભારત સાથે સતત વણસી રહેલા સંબંધો વચ્ચે કેનેડાએ મંગળવારે પોતાના નાગરિકો માટે એક એડ્વાઇઝરી બહાર પાડી હતી. ત્યાર બાદ ભારતે પણ પોતાના…
ADVERTISEMENT
નવી દિલ્હી : ભારત સાથે સતત વણસી રહેલા સંબંધો વચ્ચે કેનેડાએ મંગળવારે પોતાના નાગરિકો માટે એક એડ્વાઇઝરી બહાર પાડી હતી. ત્યાર બાદ ભારતે પણ પોતાના નાગરિકો માટે એક એડ્વાઇઝરી બહાર પાડી છે. જેમાં ભારતીય નાગરિકોને ખાસ ખ્યાલ રાખવા માટેની અપીલ કરવામાં આવી છે. હાલમાં ભારત વિરોધી પ્રવૃતિઓ જે પ્રકારે ચાલી રહી છે તેને જોતા ભારતીય નાગરિકોને સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે.
કેનેડા દ્વારા ગઇકાલે એડ્વાઇઝરી બહાર પાડવામાં આવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે કેનેડા દ્વારા પણ પોતાના નાગરિકો માટે એડ્વાઇઝરી બહાર પાડવામાં આવી હતી. જેમાં નાગરિકોને ભારતમાં ખાસ ખ્યાલ રાખવા માટેની અપીલ કરવામાં આવી હતી. જેમાં હિંસા પ્રભાવિત મણિપુરનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તરમાં યાત્રા કરવાથી બચવા માટે એડ્વાઇઝ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલીવાર જમ્મુ કાશ્મીરનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કહેવાયું છે કે, કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિ તણાવપુર્ણ છે. અહીં હિંસક-વિરોધ પ્રદર્શન, નાગરિક, અશાંતિ અને આતંકવાદ તથા ઉગ્રવાદ જેવા એક્ટ્સ પર હાઇ રિસ્ક છે.
ભારત દ્વારા પોતાના નાગરિકો માટે ખાસ એડ્વાઇઝરી બહાર પાડવામાં આવી
બીજી તરફ ભારત દ્વારા પણ પોતાના નાગરિકો માટે એક ખાસ એડ્વાઇઝરી બહાર પાડવામાં આવી છે. જેમાં કેનેડામાં વધતી ભારત વિરોધી ગતિવિધિઓ અને રાજનીતિક રીતે હિંસક વધતી એક્ટિવિટીને જોતા કેનેડાના કેટલાક હિસ્સાઓમાં પ્રવાસ ન કરવા માટે ભલામણ કરવામાં આવી છે. હાલમાં જ ખતરાને ખાસ રીતે ભારતીય રાજદ્વારીઓ અને ભારતીયોના વર્ગોને નિશાન બનાવાયા છે. એ સમુદાયો જે ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરી રહ્યો છે. એટલા માટે ભારતીય નાગરિકોને ભલામણ કરવામાં આવે છે કે, તેઓ કેનેડાના તે ક્ષેત્રો અને સંભવિત વિસ્તારોની યાત્રા કરવાથી બચતા રહે.
ADVERTISEMENT
ADVERTISEMENT