Space X Starship Launch: વિશ્વનું સૌથી વિશાળ રોકેટ લોન્ચ નિષ્ફળ
વોશિંગ્ટન : સ્પેસ એક્સે (SPACEX) ઇતિહાસ રચી દીધો છે. મંગળ પર માનવને લઇ જનારા રોકેટ સ્ટારશિપ (STARSHIP) ને સફળતાપુર્વક લોન્ચ કરી દીધું છે. લોન્ચિંક ભારતીય…
ADVERTISEMENT
વોશિંગ્ટન : સ્પેસ એક્સે (SPACEX) ઇતિહાસ રચી દીધો છે. મંગળ પર માનવને લઇ જનારા રોકેટ સ્ટારશિપ (STARSHIP) ને સફળતાપુર્વક લોન્ચ કરી દીધું છે. લોન્ચિંક ભારતીય સમય અનુસાર 20 એપ્રીલ, 2023 ની સાંજે આશરે 7 વાગ્યાની આસપાસ કરવામાં આવ્યું. રોકેટને દક્ષિણી ટેક્સાસમાં બોકા ચિકા (BOCA CHICA) ખાતેના સ્ટાર બેસ (STAR BASE) થી લોન્ચ કરવામાં આવ્યું હતું. સ્ટારશિપ વિશ્વનું સૌથી મોટુ રોકેટ છે. જેની ઉંચાઇ 394 ફુટ છે. વ્યાસ 29.5 ફુટ છે. આ રોકેટ બે હિસ્સામાં વહેંચાયેલું ઉપરનો હિસ્સો જેને સ્ટારશિપ કહે છે. તે અંતરિક્ષમાં યાત્રીઓને લઇને મંગળ સુધી જશે. તેની ઉંચાઇ 164 ફુટ છે. જેની અંદર 1200 ટન ઇંધણ આવે છે. આ રોકેટ એટલું શક્તિશાળી છે કે, પૃથ્વી પર એક ખુણાથી બીજા ખુણા સુધી માત્ર એક જ કલાકની અંદર પહોંચાડી દેશે. એટલે કે ઇન્ટરનેશનલ ટ્રિપ 30 મિનિટ અથવા તેના કરતા ઓછા સમયમાં પુર્ણ કરે છે.
આ રોકેટ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. જો કે તે 4 મિનિટ સુધી ઉડ્યા બાદ આશરે 33 કિલોમીટરની ઉંચાઇએ ફાટી ગયું હતું. હાલ તો કંપનીને આના કારણે ખુબ જ મોટો ફટકો પડ્યો છે. અબજો રૂપિયાના નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
226 ફુટ ઉંચુ રોકેટ જે રિયુઝેબલ પણ છે
બીજો હિસ્સો છે સુપર હેવી તે 226 ફુટ ઉંચુ રોકેટ છે. જે રીયુઝેબલ છે. એટલે કે સ્ટારશીપને એક ઉંચાઇ સુધી લઇ ગયા બાદ પરત આવી જશે. તેની અંદર 3400 ટન ઇંધણ ભરવામાં આવ્યું હશે. તેને 33 રેપ્ટર એન્જિન ઉર્જા પ્રદાન કરે છે. આ સ્ટારશિપને અંતરિક્ષમાં છોડીને વાયુમંડળ પાર કરતા પરત સ્ટારબેઝ પર અથવા સમુદ્રમાં મોબાઇલ ડોક પર લેન્ડ કરશે. સુપર હેવી રોકેટથી અલગ થયા બાદ સ્ટારશિપ પોતાની રીતે જ ધરતીથી 241 કિલોમીટર ઉપર ધરતીનો લગભગ એક ચક્કર પુર્ણ કરશે. લોન્ચના 90 મિનિટ બાદ તે પ્રશાંત મહાસાગરમાં પડી જશે. જો આ દરમિયાન ધરતીની નિચલી કક્ષામાં જતું રહે છે. તો આ મોટી સફળતા હશે. આ રોકેટમાં હાલ કોઇ પેલોડ નથી.
ADVERTISEMENT
રોકેટની તમામ પ્રકારની માહિતી પ્રાપ્ત કરવાનો પ્રયાસ થશે
રોકેટની સાથે લઇ જવામાં આવતા પેલોડના જગ્યાએ માત્ર માહિતી જમા કરશે. રોકેટના ઉડ્યન, ટેલિમેટ્રી, નેવિગેશન, ટેકઓફ લેન્ડિંગ વગેરેની માહિતી પ્રાપ્ત કરવામાં આવશે. જેથી ભવિષ્યમાં થનારા પરિવર્તનને પુર્ણ કરવામાં આવી શકે. સ્ટારશિપ નાસાના સ્પેસ લોન્ચ (SLS) કરતા પણ મોટું છે. બોકા ચિકાથી લોન્ચ થયા બાદ સ્ટારશિપ પૂર્વ તરફ વધતા એટલાન્ટિ મહાસાગર પાર કરશે. હિંદ મહાસાગર પાર કરશે. ત્યાર બાદ પ્રશાંત મહાસાગરમાં હવાઇ દ્વીપની પાસે સમુદ્રમાં પડી જશે. ભવિષ્યમાં તેને જ્યારે ચંદ્ર અથવા મંગળની યાત્રા કરવી પડશે. હવે તેને ધરતીની નિચલી કક્ષામાં રીફ્યુલિંગની જરૂર પડશે. સ્પેસ એક્સ તેના માટે ધરતીની કક્ષામાં ચક્કર લગાવનારો ફ્યુલ ડિપો પણ બનાવશે.
સ્ટારશિપ માનવતાના ઇતિહાસનું સૌથી મોટુ લોન્ચ છે
સ્ટારશિપ માનવતાના ઇતિહાસમાં બનાવાયેલ સૌથી મોટુ લોન્ચ સિસ્ટમ એટલે કે રોકેટ છે. આ એટલું મોટુ છે કે, તેમાં 100 લોકો બેસીને અંતરિક્ષનું લાંબુ અંદર પાર કરી શકે છે. એટલે સુધી કે એક ગ્રહથી બીજા ગ્રહ સુધી જઇ શકે છે. એટલા માટે આ રોકેટને ચંદ્રમાં અને મંગળ મિશન માટે પસંદ કરવામાં આવ્યું છે. જેથી માણસોને ત્યાં લઇ જઇ શકાય તેમાં 6 એન્જિન પણ લાગેલું છે. સ્ટારશીપની બનાવટ એવી છે કે, તેમાં એક સાથે અનેક સેટેલાઇટ લઇ જઇ શકે છે. તેનાથી મોટુ સ્પેસ ટેલિસ્કોપ લઇ જઇ શકે છે. અથવા ધરતીથી ચંદ્રમા પર અથવા પછી મંગળ સુધી વધારે માત્રામાં કાર્ગો લઇ જઇ શકે છે. ભવિષ્યમાં તેની આગળની યાત્રા પણ તેમાં સંભવ છે.
ADVERTISEMENT
એક સાથે અનેક સેટેલાઇટ લઇ જવા માટે સક્ષમ
સ્ટારશિપની બનાવટ એવી છે કે તેમાં એક સાથે અનેક સેટેલાઇટ લઇ જઇ શકે છે. સ્પેસએક્સના ફોલ્કન-9 રોકેટની જેમ જ તેનો ઉપયોગ કરી શકે છે. જ્યારે ચંદ્રમા પર વસતી બનશે ત્યારે આ જ સ્ટારશીપ મદદ કરશે. ભારે સામાન અને અંતરિક્ષયાત્રીઓને ચંદ્રમા પર લઇ જશે. ધરતીથી મોટા પ્રમાણમાં કાર્ગો લઇને ચંદ્રની સપાટી પર ઉતારી શકે છે. એટલે સુધી કે સ્ટારશિપ દ્વારા ઇમારતો બનાવવા માટેના સંસાધનોને પણ ચંદ્રની સપાટી પર પહોંચી શકે છે. આ સાથે જ હ્યુમન સ્પેસ ફ્લાઇટ પણ હશે.
ADVERTISEMENT
આ ઉડાનને ખુબ જ જટિલ ગણાવી
સ્પેસએક્સના માલિકે કહ્યું કે, આ એક ખુબ જ જટિલ રોકેટની પહેલી ઉડાન છે. તેની સફળતા અંગે 50-50 ચાન્સ છે. ફેલ પણ થઇ શકે છે. ફેલ થવાના લાખો કારણો હોઇ શકે છે. જો જરા અમથી પણ ભુલ ક્યાંય લાગશે તો અમે તેનું લોન્ચિંગ ટાળીશું. કારણ કે માત્ર લોન્ચિંગથી કામ નહી બને. તેની સફળતા તેમાં છે કે તે ઓર્બિટ સુધી પહોંચે. જો નહી પહોંચે તો જ તેને નિષ્ફળ માનવામાં આવશે. અમેરિકી અંતરિક્ષ NASA એ અર્ટેમિસ માટે સ્પેસ એક્સની પસંદગી કરવામાં આવી. માણસોને 2025 ના અંત સુધી ચંદ્રમા પર પહોંચી શકાય. સુપર હેવી રોકેટ અને સ્ટારશિપ આજ સુધી એક સાથે નથી ઉડ્યા. એવું પહેલીવાર થશે જ્યારે બંન્ને એકસાથે ટેકઓફ કરશે. સુપર હેવી સ્ટારશિપને ત્રણ મિનિટ સુધી ધકેલતું રહેશે ત્યાર બાદ મેક્સિકોની ખાડીમાં તુટી જશે.
ADVERTISEMENT